રાજયમાં વેપાર ઉદ્યોગને લગતી મહત્વની સમસ્યાઓનાં નિરાકરણ માટે ગ્રેટર ચેમ્બરની નાણાંમંત્રી-પર્યાવરણ મંત્રીને રજૂઆત

25 May 2023 05:54 PM
Rajkot
  • રાજયમાં વેપાર ઉદ્યોગને લગતી મહત્વની સમસ્યાઓનાં નિરાકરણ માટે ગ્રેટર ચેમ્બરની નાણાંમંત્રી-પર્યાવરણ મંત્રીને રજૂઆત

નવા રજીસ્ટ્રેશન નંબર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા, વ્યવસાય વેરો કાયદો નાબુદ કરવા સહિતના નવ પ્રશ્ર્નોની રૂબરૂ સમીક્ષા કરી

રાજકોટ,તા.25 : સંસ્થા દ્વારા વેપારીઓના પ્રશ્નો અંગે સતત જાગૃત રહીને તેમની સમસ્યાઓને સાંભળીને તેના નિરાકરણ અર્થે ઉચ્ચ સ્તરે રજુઆતથી માંડીને તેનો યોગ્ય ઉકેલ લાવવાની નેમ રહેલી હોય છે. જે અનુસંધાને હાલની દરેક સ્તરના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને સામાન્ય ધંધા ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યકિતઓના પ્રશ્નોને વાચા આપવા માટે આપણી સંસ્થાના પદાધિકારીઓ દ્વારા ગુજરાત રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇ તથા પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાની રૂબરૂ મુલાકાત લઇને નીચે જણાવેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરીને તેના નિરાકરણ અર્થે વિશેષ વિચાર વિમર્શ કરી યોગ્ય સમાધાન શોધવા માટે મુલાકાત કરેલ હતી.

1. SGST ના કાયદાની સમસ્યાઓ :- નવા GST રજીસ્ટ્રેશન માટે અધિકારીઓ તેમના અર્થઘટન અનુસાર અલગ અલગ વિગત માંગે છે. બોગસ બીલીંગના દુષણને અટકાવવા પુરતી ચકાસણી કરવા બાબત અમે સંમત છીએ. આ માટે નવા રજીસ્ટ્રેશન નંબર મેળવવાની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) જાહેર કરવી જોઇએ. જેમાં કયા કયા પ્રકારના આધાર પુરાવા રજુ કરવાના રહે છે. ડીપાર્ટમેન્ટ દ્વારા વેરીફીકેશનની સમયમર્યાદા સહીત ખુલાસા સમાવેશ કરી નવો નંબર મેળવવામાં બીનજરૂરી માહિતી ન માંગવામાં આવે અને રજીસ્ટ્રેશન તુરંત જ મળી જાય તે ચોકકસાઇ કરી શકાય.

2. GST ઓપન હાઉસનું આયોજન:- GSTનો કાયદો અમલમાં આવ્યા પછી આજ સુધી ઓપન હાઉસનું આયોજન થયું નથી. વેપારીના પ્રશ્નો, પ્રેકટીકલ સમસ્યા, GST ડીપાર્ટમેન્ટ સુધી પહોંચે તે જરૂરી છે. તેથી એક ઓપન હાઉસનું આયોજન કરવું જોઇએ. અને તેમાં SGST ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહે તે ખાત્રી કરવી. જેથી વેપારીના પ્રશ્નો યોગ્ય નીરાકરણ થઇ શકે.

3. વ્યવસાય વેરો :- એક રાષ્ટ્ર એક ટેક્ષના માનનીય પ્રાઇમ મીનીસ્ટર મોદી સાહેબના સુત્રની થીયરી વિપરીત હાલ પણ વ્યવસાય વેરો ચાલુ રાખેલ છે. વ્યવસાયવેરોમાં આંકડાની દષ્ટીએ ખાસ રકમ મળતી નથી. અને વેપારીઓને કોમ્પ્લાયન્સની જવાબદારી ઉભી રહે છે. આ સંજોગોમાં વહેલી તકે વ્યવસાય વેરા કાયદો નાબુદ કરી દેવો જોઇએ.

4. ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ :- સૌરાષ્ટ્રના ટોપ 100 ઉદ્યોગપતિઓ સાથે નાણાપ્રધાનના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન. ટોપ 100 ઉદ્યોગપતિ સાથે ઉદ્યોગોના વિકાસ માટે વિચાર વિમર્શ. ટોપ 25 ઉદ્યોગપતિ અને ગુજરાતના NRI નું બહુમાન.

5.વેપાર વિકાસ માટે MOU :- ગ્રેટર રાજકોટ ચેમ્બર સાથે વેપાર ઉદ્યોગના વિકાસ માટે ખઘઞ કરી સ્પેશીયલ પર્પઝ (SPV) નું આયોજન કરવું. સૌરાષ્ટ્રના વિકાસ માટે ગ્રેટર ચેમ્બરની સાથે સમજુતીનું ખઘઞ કરી અલગ સંસ્થા ઉભી કરી તેને રાજય સરકારનો સહકાર આપવા આયોજન કરવું.

6.જુના સેલ્સટેક્ષ અને વેટના પ્રશ્નો :- જુના સેલ્સટેક્ષ કાયદા અન્વયે બાકી રહેતા સરકારી લેણા તથા એસેસમેન્ટ વગેરે કાર્યવાહી પડતર હોય, અવારનવાર વેપારીઓ ઉપર નોટીસો બજવણી કરી હેરાનગતી થતી રહે છે. જે અંગે અમારું માનવું છે કે, આ પડતર રહેલ જુના કાયદાઓ હેઠળના કેસોને સત્વરે ન્યાયીક રીતે પૂર્ણ કરી વેપારીને જે-તે જવાબદારીમાંથી મુકત કરવા જોઇએ.

7.વેટની સમાધાન યોજના :- જુના વેટ અને સેલ્સટેક્ષની પડતર અપીલો અને ડિમાન્ડનો નિકાલ કરવા એમીનીસ્ટી સ્કીમ (સમાધાન યોજના) આપવા વિ. જેથી વર્ષો જુના કેસનો નિકાલ થઇ શકે.

8.એનર્જી વિભાગ - વિદ્યુતને લગતો પ્રશ્ન :- વિદ્યુત શુલ્કમાં આપવામાં આવતી સબસીડી બાબતે રહેલી કેટલીક વિસંગતતાઓ અંગે રજુઆત કરતા જણાવવાનું કે, ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ કંટ્રોલ કરવા કોલસા કે ફર્નેશ ઓઇલ જેવા પ્રદુષણ કરતા ફયુલનો વપરાશ ઘટાડવા અને ઇલેકટ્રીસીટીનો વપરાશ વધારવા માટે આપણા વડાપ્રધાન જયારે જીનીવા ઇન્ટરનેશનલ પર્યાવરણને લગતી પરિષદમાં ભાગ લેવા જતા ભારતને 2030 સુધીમાં પ્રદુષણ કંટ્રોલ કરવાની જાહેરાત કરેલ, તે અનુસંધાને ગુજરાત રાજયમાં સામાન્ય રીતે ફાઉન્ડ્રીમાં વપરાતા કોલસાને કારણે થતા પ્રદુષણને રોકવા કોલસાથી ચાલતી ફાઉન્ડ્રીઓની જગ્યાએ ઇલેકટ્રીક વપરાશ કરતી ફાઉન્ડ્રી વસાવવા અને ઇન્સ્ટોલ કરવા ઉદ્યોગોને પ્રોત્સાહીત કરવા આવા પ્રકારની નવી ઇન્ડકશન ફાઉન્ડ્રીઓને ઇલેકટ્રીસીટી કન્ઝમશન પર લાગતી ઇલેકટ્રીક ડયુટીમાં 5 ટકા સબસીડાઇઝેશન કરવામાં આવેલ છે. પરંતુ આના અમલના પરીપત્રમાં વિસંગતતા રહેલ હોવાથી આ પ્રકારની ઇલેકટ્રીક ફર્નેશ વાપરતા ફોર્જીગ એકમોને આ પાંચ ટકાની સબસીડીનો લાભ મળી શકતો નથી. જે આવા એકમોને અન્યાય થઇ રહેલ છે. તેથી આ બાબતે સ્પષ્ટતા કરી નવો પરીપત્ર સત્વરે જાહેર કરવા વિનંતી.

9. ઔદ્યોગીક એકમ :- ચાલુ વપરાશ ધરાવતા કનકેશનની કેપેસીટી વધારી વધારાના લોડની માંગણી કરે ત્યારે એકમ પાસે વિદ્યુત વિભાગ દ્વારા ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલેશન ચાર્જ જેવા વધારાના ચાર્જ લેવામાં આવતા હોય છે. ખરેખર મુળ ટ્રાન્સફોર્મરના સ્થાપન વખતે ઉદ્યોગકારે વધારાના કેપેસીટીનું ટ્રાન્સફોર્મર મુકેલુ જ હોય છે. અને તે ટ્રાન્સફોર્મરમાં જગ્યા રહેલી હોય છે. આમ એકમના ખર્ચે મુકાયેલ ટ્રાન્સફોર્મરમાં વધારાના લોડ અંગે જગ્યા રહેલી હોય છતાં એકમ પાસેથી ટ્રાન્સફોર્મર ચાર્જ લેવામાં આવે છે. જે એકમ પર ભારણરૂપ છે. આ અંગે યોગ્ય ન્યાય કરવા વિનંતી. તદઉપરાંત પર્યાવરણ મંત્રીને GPCB ના પ્રશ્નો અંગે ઓપન હાઉસમાં હાજર રહેવા અને આપણી સંસ્થા દ્વારા થનાર વૃક્ષારોપણના કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકેનું સ્થાન શોભાવવા આમંત્રણ પાઠવવામાં આવેલ હતું. આમ ઉપરોકત મુદ્દાઓ સંદર્ભે સંસ્થાના પ્રમુખ રાજીવભાઇ દોશી દ્વારા અંગત રસ દાખવીને ઉપરોકત મંત્રીગણને મુલાકાત કરી લેખીતમાં રજુઆત કરીને ઉપરોકત સમસ્યાઓના નિરાકરણ અર્થે જાણ કરેલ હતી. આમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી તથા ડાયરેકટ મયુરભાઇ શાહ દ્વારા જણાવવામાં આવેલ છે.


Related News

Advertisement
Advertisement