કે.જે.કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ માધ્યમિક શાળામાં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું શનિવારે સ્નેહમિલન

25 May 2023 05:57 PM
Rajkot
  • કે.જે.કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ માધ્યમિક શાળામાં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું શનિવારે સ્નેહમિલન

ઘડતરમાં પાયા ની ભૂમિકા ભજવનારા ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કરાશે

રાજકોટ:તા 25 : ઉદ્યાચલ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત " કે.જે.કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ માધ્યમિક શાળા"ના પૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા તેમના ઘડતરમાં પાયા ની ભૂમિકા ભજવનારા ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન અને કે.જે.કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ માધ્યમિક શાળા" માં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીની બહેનો ના સ્નેહમિલન નો ભવ્ય કાર્યક્રમ તા.27/05/2023 ના રોજ "ગોસિપ ગ્રાઉન્ડ"(ન્યુ 150ફૂટ રિંગરોડ) રાજકોટ ખાતે યોજાવા જઈ રહ્યો છે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા, અવાનીબેન ચુડાસમા, શ્રદ્ધાબેન દવે, મીરાબેન પટેલ,મિતાબેન તન્ના, નિશાબેન ત્રિવેદી, દેવાંગીબેન વૈદય, સેજલબેન કોટક,પુનિતાબા ચુડાસમા,રેખાબેન પટેલ, રશ્મિબેન વસાની, તથા શીતલબેન વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement