ભારતીય ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓ અત્યારે 7 જૂનથી ઓવલમાં રમાનારા ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલની તૈયારી માટે ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. આ સાથે જ ટીમે પોતાના નવા સ્પોન્સર સાથે નવી ટ્રેનિંગ કિટ પણ જાહેર કરી છે.
બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું કે, જ્યારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાનો સામનો કરશે તો તે નવી જર્સીમાં જોવા મળશે. ભારતીય પુરુષ, મહિલા અને અન્ડર-19 ટીમો માટે કિટ, જર્સી અને અન્ય સામાન ડિઝાઈન તેમજ મેન્ચયુફેક્ચર મુખ્ય સ્પોન્સર જ કરશે.
અમે ક્રિકેટની પ્રગતિમાં મદદ કરવા માટે કટિબદ્ધ છીએ અને અત્યંત ઉત્સાહિત પણ છીએ. ભારતીય ટીમના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવ નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે અન્ય કોચિંગ સ્ટાફે પણ નવી કિટ ધારણ કરી હતી.