ઈમરાનખાન, તેની પત્ની સહિત 600 લોકોને પાક. છોડવા પર રોક લગાવાઈ

26 May 2023 10:12 AM
India World
  • ઈમરાનખાન, તેની પત્ની સહિત 600 લોકોને પાક. છોડવા પર રોક લગાવાઈ

♦ સૈન્ય મથકો પર હુમલા પાછળ પૂર્વ પીએમનો હાથ: પોલીસ

♦ દેશમાં અઘોષિત માર્શલ લો લાગુ: ઈમરાનનો આરોપ

ઈસ્લામાબાદ (પાકિસ્તાન), તા.26
પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાન અને તેની પત્ની બુશરા બીબી સહિત 600 લોકોને દેશ છોડવા પર રોક લગાવી દેવામાં આવી છે. ઈમરાનખાનને ભ્રષ્ટાચારના કેસમાં 9મી મે એ ધરપકડ થઈ હતી. બાદમાં દેશભરમાં હિંસક દેખાવો થયા હતા ત્યારથી પીટીઆઈ પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ પાર્ટીના પ્રમુખ મુખ્ય નેતાઓ આપરાધીક કેસોનો સામનો કરી રહ્યા છે.

પાકિસ્તાનની સરકારે પીટીઆઈનો અધ્યક્ષ ઈમરાનખાન અને તેની પત્ની બુશરા બીબી સહિત 600 લોકોના નામો ઉડાન નિષેધ સૂચિમાં સામેલ કરવાનો નિર્દેશ કર્યોછે. અર્થાત તેમની હવાઈ યાત્રાપર બાદ લગાવાયો છે. જો કે ઈમરાનખાનની પાર્ટીએ આ ઘટનાક્રમની અધિકૃત પુષ્ટિ નથી કરી.

દરમિયાન પંજાબ પોલીસના પ્રમુખે આરોપ લગાવ્યો હતો કે, 9 મે ના ઈમરાનખાનની ધરપકડ બાદ લાહોર અને પંજાબના અન્ય ભાગોમાં સૈન્ય પ્રતિષ્ઠાનોમાં હુમલામાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન અને તેના નજીકના સહયોગીઓના હાથ હતો.

દાવો: દેશમાં અઘોષિત માર્શલ લો: ઈમરાને અનેક રાજયોમાં કલમ 245 લાગુ કરવાને લઈને સરકાર સામે અરજી દાખલ કરી તેને અઘોષિત માર્શલ લો જાહેર કર્યો છે. તેમણે પંજાબ, ખૈબર, પાડતુમવા, બલુચિસ્તાન, ઈસ્લામાબાદમાં કલમ 245 લાગુ કરવાને પડકારી છે.


Related News

Advertisement
Advertisement