નિવૃતિ વખતે કર્મચારીઓની રજા-પગારની હવે રૂા.25 લાખ સુધીની રકમ ટેકસ-ફ્રી

26 May 2023 11:15 AM
India
  • નિવૃતિ વખતે કર્મચારીઓની રજા-પગારની હવે રૂા.25 લાખ સુધીની રકમ ટેકસ-ફ્રી

નવી દિલ્હી તા.26 : કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મહત્વની ટેકસ રાહત આપવામાં આવી છે જે અંતર્ગત નિવૃતિ સમયે મળતા રજા પગારની હવેથી રૂા.25 લાખ રૂપિયા સુધીની રકમ કરમુક્ત રહેશે. અત્યારસુધી આ ટેકસ-ફ્રી રકમની મર્યાદા 3 લાખની જ છે. 2002માં આ રકમ નિયત કરાઈ હતી અને બે દાયકાથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડની જાહેરાત પ્રમાણે આવકવેરા કાયદાની કલમ 10 (10 એએ) (2) હેઠળ ટેકસ છુટ્ટની મર્યાદા હવે 25 લાખ રહેશે. આ કલમ બીન સરકારી કર્મચારીઓને મળતી નિવૃતિ રજા લાભ આધારીત છે. કેન્દ્ર સરકારે બજેટમાં જ આ દરખાસ્ત કરી હતી.


Related News

Advertisement
Advertisement