નવી દિલ્હી તા.26
જો આપ વોટસએપનો ઉપયોગ કરતા હો તો આપના માટે સારા ખબર છે. હવે આપ ખૂબ જ ટુંક સમયમાં વોટસએપ પર યુઝર નેમ સેટ કરી શકશો. વોટસએપ એક નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે જેને લઈને આપ વોટસએપ પર ગ્રાહક પોતાનું યુઝર નેમ સેટ કરી શકશે.
વોટસએપે ફીચર ટ્રેકર WA Betalmfoના અનુસાર એન્ડ્રોઈડ બીટા 2. 23. 11. 15 માટે હાલમાં જ જાહેર કરવામાં આવેલ વોટસએપમાં એક ફીચર જોડયું છે, જે યુઝર્સને પોતાની પ્રોફાઈલ માટે યુઝર નેમ પસંદ કરવાની મંજુરી આપશે.
ફિચર હાલમાં ડેવલપમેન્ટમાં છે. શેર કરવામાં આવેલ પ્રીવ્યુ ઈમેજ મુજબ મેસેજીંગ સર્વિસ યુઝરનેમ પિકરની નીચે ‘Thisis Your Unique Username’માં ઉલ્લેખ કરશે. આનો મતલબ છે કે કોઈપણ બે યુઝર્સના યુઝરનેમ એક જેવા નહીં હોય.