‘તારો ઘરવાળો મારા ત્રીસ હજાર ખાઈ ગયો છે’ તેમ કહીં પડધરી પંથકની પરિણીતાની છેડતી

26 May 2023 11:31 AM
Rajkot
  • ‘તારો ઘરવાળો મારા ત્રીસ હજાર ખાઈ ગયો છે’ તેમ કહીં પડધરી પંથકની પરિણીતાની છેડતી

બોડીઘોડીના ભાવેશ, વેલજી અને દેવાભાઈ પટોડીયા સામે ગુનો દાખલ

રાજકોટ, તા.26 : પડધરી પંથકની પરિણીતાની છેડતી થયા અંગે પોલીસે ગુનો નોંધાયો છે. જેમાં આરોપી તરીકે બોડીઘોડીના ભાવેશ, વેલજી અને દેવાભાઈ પટોડીયાને આરોપી તરીકે દર્શાવ્યા છે. ફરિયાદમાં 33 વર્ષીય પરિણીતાએ જણાવ્યું છે કે, હું મારા પતિ અને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ સાથે પરિવારમાં રહું છું.

ગઈ તા. 17/5/2023 ના રોજ સાંજના સવા ચાર વાગે હું મારા ઘરની બાર ઉભી હતી ત્યારે આરોપી ભાવેશભાઈ વેલજીભાઈ પટોડીયા આવીને મને કહેલ કે તારો ઘરવાળો મારા ત્રીસ હજાર ખાઈ ગયો છે. મેં કહેલ કે તમારા અમે ત્રીસ હાજર રૂપીયા લીધેલ નથી. તેવું કહેતા આ ભાવેશે મારો હાથ પકડીને મારી છેડતી કરેલ અને મેં તેવામાં મારી છેડતી કરતા મેં રાડો પડતા વેલજીભાઈ પટોડીયા તથા દેવાભાઈ પટોડીયા આ બન્ને આવીને તેઓ વેલજીભાઈ હાથમાં પથ્થર હોય અને મને કહેલ કે,

મારા દીકરા ભાવેશના ત્રીસ હાજાર રૂપીયા કેમ ખાઇ ગયા છો. તેમ કહીને મને જેમ તેમ અપશબ્દો બોલતા હતા. તેવામાં મારા પતિ તથા ગામના બીજા લોકો આવી ગયેલ અને મને વચ્ચે પડી છોડાવેલ અને આ ત્રણેયે જતા જતા અપશબ્દો બોલતા કહેલ કે, તને તથા તારા પરીવારને જાનથી મારી નાખીશું. પડધરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement