સાવરકુંડલામાં ધર્મનાથદાદા જિનાલયની સાલગિરાહ ઉજવાઇ : અભિષેક-ધ્વજારોહણ

26 May 2023 11:54 AM
Amreli Dharmik
  • સાવરકુંડલામાં ધર્મનાથદાદા જિનાલયની સાલગિરાહ ઉજવાઇ : અભિષેક-ધ્વજારોહણ

(પ્રદીપભાઇ દોશી) સાવરકુંડલા, તા.26 : વિજય શ્રેયાંન્સ પ્રભુ સૂરીશ્ર્વરજી મહારાજા, મધુર પ્રવચનકાર વિજય હર્ષદર્શન સૂરીશ્ર્વરજી મહારાજા, તાર્કિક પ્રવચન કારશ્રી વિજય ધર્મ દર્શન સૂરીશ્ર્વરજી મહારાજાની નિશ્રામાં સાવરકુંડલામાં ધર્મનાથદાદાના જીનાલયની તથા શાંતિનાથદાદાના જીનાલયની 172મી સાલગીરાહની ઉજવણી થઈ હતી.

શ્રી ધર્મનાથ દાદાની ધજાનો લાભમાતૃશ્રી વિમળાબેન હિંમતલાલ દોશી (વિમલયાત્રા-પરિવારે) લીધો હતો.શ્રી શાંતિનાથ દાદાની ધજાનો લાભનવીનચંદ્ર છોટાલાલ શેઠ પરિવારે લીધો હતો.
જોગીદાસ ખુમાણની ખુમારી અને નાવલી નદીના ખમીરવંતા નીર થી નીતરતું શ્રી શત્રુજય તીર્થની સમીપે-ગરવા ગિરનારજીની ગોદમાં વસેલું તીર્થસ્વરૂપ સોહામણું સાવરકુંડલા ગામ...જેમાં શ્રી ધર્મનાથદાદાના જીનાલયની 172મી તથા શાંતિનાથદાદાના જીનાલયની શાલગીરાહની ઉજવણી ધામધૂમપૂર્વક દબદબાભર થઈ હતી.

પરમદયાળુ પરમાત્માના પરમોત્સવના પમરાટને પ્રસરાવવા પરમ પ્રીતના પ્રદીપને પ્રગટાવવા જેઠ સુદ-5 શ્રી સંઘ તરફથી અઢાર અભિષેક રાખેલ હતા.શ્રી ધર્મનાથ દાદાની ધજાનો લાભમાતૃશ્રી વિમળાબેન હિંમતલાલ દોશી (વિમલયાત્રા-પરિવારે) લીધો હતો તેમજશ્રી શાંતિનાથ દાદાની ધજાનો લાભનવીનચંદ્ર છોટાલાલ શેઠ પરિવારે લીધો હતો. ૐ પુણ્યાહ-પુણ્યાહ પ્રિયંતામ-પ્રિયંતામના નાદ સાથે હર્ષોઉલ્લાસ પૂર્વક ધજા ચડાવવામાં આવી હતી.


Related News

Advertisement
Advertisement