આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની વયે પોતાનાથી નાની વયની યુવતી સાથે બીજા લગ્ન કર્યા

26 May 2023 11:55 AM
India
  • આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની વયે પોતાનાથી નાની વયની યુવતી સાથે બીજા લગ્ન કર્યા

♦ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા

♦ જીવનના આ પડાવ પર લગ્ન એક અસાધારણ અહેસાસ છે: એકટર

નવી દિલ્હી તા.26
બોલીવુડના અભિનેતા આશિષ વિદ્યાર્થીએ ગઈકાલે ગુરૂવારે કોલકાતામાં આસામની વતની રૂપાલી બરૂઆ સાથે બીજા લગ્ન કર્યા હતા. રૂપાલી ગુવાહાટીની છે અને કોલકાતામાં અપસ્કેન ફેશન સ્ટોર સાથે જોડાયેલી છે.રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાના લગ્ન અગાઉ જુના જમાનાની અભિનેત્રી શકુંતલા બરૂઆની દિકરી રાજોશી બરૂઆ સાથે થયા હતા.

સુત્રોના અનુસાર પરિવાર અને નજીકનાં મિત્રોની હાજરીમાં આશીષ અને રૂપાલીએ કોર્ટ મેરેજ કર્યા હતા. આશીષ વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે મારા જીવનના આ પડાવ પર રૂપાલી સાથે લગ્ન કરવા એક અહેસાસ છે.અમે સવારે કોર્ટ મેરેજ કર્યા, સાંજે ગેટ ટુ ગેધર થયુ. રૂપાલી સાથે મુલાકાતને લઈને આશીષે કહ્યું હતું કે તેની લાંબી કથા છે.

મુલાકાત કેવી રીતે થઈ તેની કથા લાંબી છે. તેના બારામાં તે બાદમાં જણાવશે.અમે કેટલાંક સમય પહેલા મળેલા અને સંબંધને આગળ વધારવાનો ફેસલો કર્યો હતો.અમે બન્ને ઈચ્છતા હતા કે લગ્નમાં વધુ ધામધુમ ન હોય બસ પરિવાર જ રહે.


Related News

Advertisement
Advertisement