સુરતમાં યોગ દિન કાઉન્ટડાઉન ક્લોકનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ

26 May 2023 11:58 AM
Surat Gujarat
  • સુરતમાં યોગ દિન કાઉન્ટડાઉન ક્લોકનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ
  • સુરતમાં યોગ દિન કાઉન્ટડાઉન ક્લોકનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ

♦ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું કાઉન્ટડાઉન શરૂ

♦ વન અર્થ, વન હેલ્થના સૂત્ર સાથે યોગ પ્રત્યે જનજાગૃત્તિ કેળવવાનો નવતર ક્લોકનો મુખ્ય આશય

♦ શહેરીજનોને આ ક્લોક યોગ દિવસના કાઉન્ટડાઉનની દરરોજ યાદ અપાવશે: મેન્ટલી ફિટ રહેવા માટે દુનિયાભરના લોકો યોગ અપનાવી રહ્યા છે: હર્ષભાઈ સંઘવી

સુરત, તા.26
ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને સુરતના પીપલોદ સ્થિત એસવીએનઆઈટી સર્કલ ખાતે કાઉન્ટડાઉન ક્લોકનું ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અનાવરણ કરાયું હતું.

આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે, યોગ દિવસ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન ધરોહર, આગવી ઓળખ સમાન યોગ વિશ્વને ભારત દેશે આપેલી અણમોલ ભેટ છે. આપણું યોગ દુનિયાભરમાં સ્વીકૃતિ પામ્યું છે. લોકો શારીરિક-માનસિક સ્વસ્થ રહેવા માટે યોગ અપનાવી રહ્યા છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

સુરતીઓ યોગને જીવનશૈલી સાથે વણી લઈ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવાનો નવો રેકોર્ડ રચશે એમ જણાવતા ઘર-ઘરથી સુરતીઓ બહાર આવીને યોગ સાથે નાતો જોડે અને ‘ટીમ સુરત’ બનીને કાર્ય કરે એવી હાંકલ કરી હતી. નોંધનીય છે કે, રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાશે. જેના ભાગરૂપે એસવીએનઆઈટી સર્કલ સ્થિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આવકારવા કાઉન્ટડાઉન વોચનું અનાવરણ કરાયું છે.


Related News

Advertisement
Advertisement