(વિપુણ હિરાણી દ્વારા) ભાવનગર,તા.26 : ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની માર્ચમાં ધોરણ 10ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે સવારે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લાનું 69.70 ટકા જેટલું નોંધાયું હતું, ભાવનગર જિલ્લામાં 458 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો.
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની માર્ચમાં ધોરણ 10ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગ્યાથી વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લાનું 69.70 ટકા જેટલું નોંધાયું હતું, ભાવનગર જિલ્લામાં 458 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ મેળવ્યો હતો. ભાવનગરમાં ધોરણ 10માં કુલ 30,005 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા,
જેમાંથી 29,790 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, A1માં - 458, A2માં - 2692, B1માં- 4398, B2માં- 5650, C1માં -5284, C2માં -2225, Dમાં- 106, E1 માં- 5743 તથા E2માં - 3284 વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવ્યો છે.ભાવનગર જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે 2 ટકા પરિણામમાં વધારો થયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં 100 ટકા પરિણામ વાળી 8 શાળાઓ નોંધાઈ હતી જ્યારે 0 ટકા પરિણામ વાળી 4 સ્કૂલો નોંધાય હતી.