નવી દિલ્હી,તા.26
દુરસંચાર નિયામક ટ્રાઈએ ગ્રાહકોને મોબાઈલ પર મળી રહેલા અસ્વીકૃત કે અનિચ્છનીય મેસેજ પર સકંજો કસવાનું મોટું પગલું ભર્યું છે. જે અંતર્ગત બેન્ક, નાણાકીય સંસ્થાનો અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓ તરફથી ગ્રાહકોને મોકલવામાં આવતા એસએમએસ હેડર અને સામગ્રી ફોર્મેટ (ટેમ્પલેટ)ની ચકાસણીની પ્રક્રિયાને તરત પુરા કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ કામમાં મોડું થવા પર કંપનીઓ પર સકંજો કસવામાં આવશે. સરકારે બોગસ કોલ અને મેસેજથી છુટકારા માટે એક મેની સમય સીમા નકકી કરી હતી પરંતુ હજુ સુધી તેમાંથી છુટકારો નથી મળ્યો. ટ્રાઈ તરફથી દુર સંચાર કંપનીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ફિલ્ટર લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો પરંતુ અનેક કંપનીઓએ તેની શરૂઆત હજુ સુધી નથી કરી. આ ફિલ્ટર બોગસ બેન્કીંગ અને બોગસ માર્કેટીંગ કોલની ઓળખ કરીને તેને બ્લોક કરવાનું કામ કરે છે.
ફેબ્રુઆરી 2023માં ટ્રાઈએ આરબીઆઈ, સેબી અને કેન્દ્ર તથા રાજય સરકારોના વિભાગોને પત્ર લખીને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાના વિસ્તારમાં આવતા વિભિન્ન અને વિભાગોને સંવેદનશીલ બનાવો, જે જથ્થાબંધ એસએમએસ મોકલે છે.
નિયમોનું ઉલ્લંઘન: ટ્રાઈએ જણાવ્યું કે કેટલીક સંસ્થાઓ અને એકમોએ મોટી સંખ્યામાં હેડર અને ક્ધટેન્ટની રૂપરેખા રજીસ્ટર્ડ કરાવી છે. ઘણી વાર તેમાંથી કેટલીક ટેલિમાર્કેટીંગ કરનારી કંપનીઓ દુરુપયોગ કરે છે તેને રોકવા માટે ટ્રાઈએ 16 ફેબ્રુઆરી 2023ના બધા રજીસ્ટર્ડ હેડર અને ક્ધટેન્ટની રૂપરેખા ફરીથી વેરીફાઈ કરવાનો નિર્દેશ અપાયો હતો પરંતુ એ જાણવા મળેલું કે અનેક કંપનીઓએ આ પ્રક્રિયાને હજુ સુધી પુરી નથી કરી.