ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 21 જૂનના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના ભાગરૂપેનો યોગ પ્રોટોકોલ કાર્યક્રમ દ્વારકાના નગરપાલિકા મેદાનમાં યોજાયો હતો. આ કાર્યક્રમની તાલીમ કચ્છ વિસ્તાર યોગ પ્રભારી વિજયભાઈ શેઠ દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડ એકાઉન્ટન્ટ ઓફિસર ઠુંમર, કચ્છ વિસ્તારના યોગ પ્રભારી વિજયભાઈ શેઠ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના યોગગુરુ કિશોરભાઈ પાઢ, પી.આઈ. રમાબેન સોલંકી, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના શિક્ષણ મંત્રી અજીતભાઈ પાઢ, મધ્યસ્થ સભા સદસ્ય મિથીલેશભાઈ વાયડા, ગુગળી મહિલા મંડળ ઉપપ્રમુખ વંદનાબેન ઠાકર, દેવભૂમિ દ્વારકા જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર ધનાભા, યોગ ટ્રેનરો લખમણભાઇ વારોતરીયા, પૂર્વાબેન ઉપાધ્યાય, રેશ્માબેન ગોકાણી, પન્નાબેન દાસાણી સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.(તસ્વીર : કુંજન રાડીયા)