લાલપુર તાલુકા પંચાયત ખાતે જામનગર જિલ્લા કક્ષાએથી એસ.બી.એમ. યોજના અંતર્ગત ઘરે ઘરેથી કચરો એકઠો કરવા માટે ઇ-રીક્ષાની ફાળવણી કરેલ હતી. જેમાં જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજભાઇ, તાલુકા પંચાયત પ્રમુખ ધનાભાઈ, તાલુકા વિકાસ અધિકારી પંકજભાઈ મહેતા ની હાજરીમાં સરપંચઓને ઇ રીક્ષાની લીલી ઝંડી આપી રવાના કરવામાં આવેલ અને લગત ગામોને ઇ રિક્ષાની ફાળવણી કરવામાં આવેલ હતી.