ભચાઉ, તા.26 : સામખીયાળીની હોટલમાં સિમેન્ટના બલ્કરમાંથી લુઝ સિમેન્ટ ની ચોરી 50સલ નો સિમેન્ટ બેંગ ભરીને માર્કેટ કરતાં સસ્તા ભાવે કરાતો વેચણ તપાસ નો વિષય સામખીયાળીમાં હોટલો પર ગેરકાયદેસર સિમેન્ટ વેચવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે
સિમેન્ટ કંપની માથી ચાર પાંચ એમ ટી ટન ચોરીથી બચાવીને સામખીયાળીમા સિમેન્ટના બલ્કર માથી કાઢીને પચાસ કિલો ના બેગ ભરીને માર્કેટ ભાવ ધી ઓછા ભાવમા વેચાય છે સરકારી બાંધકામ એટલે કે બાળકો ની શાળા આંગણવાડી કેન્દ્રો તેમજ પુલ અથવા બ્રીજ જેવાં કામોમાં આ સિમેન્ટ કોન્ટ્રાક્ટ દ્વારા લાલચ ના લોભે વપરાશ કરવામાં આવે અને બાંધકામ ધરાસાહી થાય તો કોણ જવાબદાર ઈ પણ એક ચર્ચા નો વિષય છે
તંત્ર કેમ આખ આડા કાન કરી રહ્યુ છે? તે સમજાતું નથી. કંપનીઓ મા ચોરી ચુપકે થી બલ્કર મા બે ત્રણ ટન બચાવી ને હાઇવે હોટલો પર ચાલક દ્વારા વેચી દેવાય છે ખરીદનાર જાણે કેમ સિમેન્ટ ની એજન્સી લીધી હોય તેમ વેચે છે મોટી તગડી કમાણી કરી રહ્યા છે વહીવટી તંત્રને ખોટાં અને સફાઈ કામગીરી કરવાના દસ્તાવેજ પુરાવા બતાવવા મા આવે છે આની તપાસ કરવામાં આવે તો સિમેન્ટ નો ગોરખધંધો કરના ના અનેક કૌભાંડો બહાર આવે એમ છે સાથે સાથે સંકળાયેલા લોકો ના કોભાંડ બહાર આવે એમ છે.