અવસાન પામેલી પુત્રીને ધો.10 માં 60.5 ટકા આવ્યા: પિતાએ તસ્વીર સામે માર્કશીટ મુકી

26 May 2023 12:29 PM
kutch
  • અવસાન પામેલી પુત્રીને ધો.10 માં 60.5 ટકા આવ્યા: પિતાએ તસ્વીર સામે માર્કશીટ મુકી

કચ્છના ખાવડા ગામનો હૃદયદ્રાવક કિસ્સો

ભૂજ તા.26
ભુજ તાલુકાનાં દુર્ગમ એવા ખાવડા ગામની આશાસ્પદ છાત્રાએ ધો.10 ની પરીક્ષા આનંદ અને આત્મ વિશ્ર્વાસ સાથે આપી હતી. ગઈકાલે જાહેર થયેલા એસએસસીની પરીક્ષાના પરીણામમાં તે સારા માર્ક સાથે ઉતીર્ણ થઈ છે. એટલુ જ નહિં શાળામાં તે ત્રીજા ક્રમાંકે પણ આવી છે પરંતુ આ વિદ્યાર્થીની આજે હયાત નથી.

ખાવડા ગામની અને જામ પુનરીયા ગામની માધ્યમિક શાળાની છાત્રા શહેનાઝ મહમદ સમા તેનું પરીણામ જોવા હયાત નથી આ વિશે ખાવડાનાં શિક્ષક સતાજી સમાએ જણાવ્યું કે 60.5 ટકા સાથે ઉતીર્ણ થયેલી શહેનાઝ શાળામાં ટોપ થ્રીમાં સામેલ થઈ છે.

અંતરીયાળ વિસ્તારમાં કે જયાં કન્યા શિક્ષણનું પ્રમાણ નહીંવત છે એવા સ્થળેથી અભ્યાસ કરતી છાત્રાને પરીક્ષાનાં એક માસ બાદ તાવ આવતા હોસ્પીટલમાં દાખલ કરાઈ હતી. જયાં તેના નિદાન બાદ ડેંગ્યુની સારવારમાં તેનું મોત નીપજયુ હતું. જોકે પાસ થયેલી દીકરી પ્રત્યે ભૂજ ખાવડા લોકલ લકઝરી બસ ચલાવતા પિતાએ ભીની આંખે લાડકવાયીની તસ્વીર સામે પરીણામ પત્ર મુકી પુત્રીને બિરદાવી હતી.


Advertisement
Advertisement