♦ દરિયા કાંઠાનાં શહેરોમાં 31 થી 35 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું
રાજકોટ,તા.26
આજથી રાજયમાં ગરમી ઘટવાની સાથે તા.28 અને 29નાં રોજ ફરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.ત્યારે ગઈકાલે પણ અમદાવાદ, રાજકોટ, અમરેલી, ગાંધીનગર અને પાટણમાં, કાળઝાળ ગરમી નોંધાઈ હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઈકાલે રાજયનું હોટેસ્ટસિટી ફરી એકવાર 43.4 ડિગ્રી સાથે અમદાવાદ રહ્યું હતું.
ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી અને અમરેલીમાં 40 વડોદરામાં 39.6, ભાવનગરમાં 40, ડિસામાં 40, પાટણમાં 40.7, અને રાજકોટ શહેરમાં 40.7 ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.જો કે ગઈકાલે પણ દરિયાકાંઠાનાં શહેરોમાં સામાન્ય તાપમાન રહેવા પામ્યું હતું. દિવમાં 33.2, દ્વારકામાં 31.5, કંડલામાં 35.7, નલિયામાં 36, ઓખામાં 33.4 પોરબંદરમાં 34.7 અને વેરાવળ ખાતે, 34 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.