નવી દિલ્હી તા.26
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ભારતમાં 2015 થી 2022 સુધીના સાત વર્ષના ગાળામાં ટીબીના નવા કેસોમાં 13 ટકાનો ઘટાડો થયો છે જયારે ટીબીથી મોતનું પ્રમાણ પણ 15 ટકા ઓછુ થયુ છે.
ભારત દ્વારા ટીબીના પડકારના વિશ્લેષણ માટે સ્વદેશી તંત્ર વિકસાવવામાં આવ્યું છે. તેઓએ જીનીવામાં આયોજીત 76મી વિશ્વ આરોગ્ય સભામાં કવાડ રાષ્ટ્રોના સંમેલનમાં સંબોધન કર્યુ હતું.