(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.26 : હાલમાં વેકેશન પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાભાગના પરિવારો સગા-સંબંધીઓને ત્યાં તેમ જ ફરવાના સ્થળો ઉપર પિકનિક બનાવવા માટે વેકેશન ગાળવા માટે જતા હોય છે ત્યારે તસ્કરોને મોકલું મેદાન મળે છે અને બંધ રહેતા મકાનોમાં તસ્કરી કરી અને મોટી માત્રામાં માલ સામાન અને રોકડ સોના ચાંદીના દાગીના સહિતની ચોરિયો ના બનાવો અનેક વખત સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના સોનગઢ ગામ ખાતે પરિવાર વેકેશન ગાળવા માટે બહારગામ ગયો હતો ત્યારે બંધ રહેલા મકાનમાં રાત્રિના તસ્કરો તાકી અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અને બે લાખની માલમાતાનો સપાયો કરી ગયો હતો ત્યારે આ અંગેની જાણકારી મકાન માલિક દિલીપભાઈ ને થતા તાત્કાલિક અસરે જ્યાં આરવા ફરવા ગયા હતા ત્યાંથી દોડી આવ્યા હતા અને મકાનમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી અને રૂપિયા બે લાખની ચોરી થઈ હોવાની દિલીપભાઈએ થાન મથક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળ તપાસ થાનગઢ પોલીસે હાથ ધરી છે