ધો.10નું ગોંડલ કેન્દ્રનું 72.03% પરિણામ ગંગોત્રી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ

26 May 2023 12:37 PM
Gondal
  • ધો.10નું ગોંડલ કેન્દ્રનું 72.03% પરિણામ ગંગોત્રી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ

99.98 પી.આર મેળવી બોર્ડમાં બીજા સ્થાને

ગોંડલ,તા.26
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે ધો.10નું પરિણામ જાહેર કરાતા ગોંડલ કેન્દ્રની પરિણામ 72.03 ટકા આવેલ છે.જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલે 90.28% સાથે શ્રેષ્ઠ પરિણામની પરંપરાને જાળવી ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા એવા સર ભગવતસિંહજી મહારાજ સાહેબના ગોકુળીયા ગોંડલને ગૌરવ અપાવ્યું છે.

ગંગોત્રી સ્કૂલના ગુજરાતી માધ્યમના ધોરણ 10 ના પરિણામમાં દેલવાડીયા ધ્રુવીએ 99.98પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને રોઠોડ હેમાંશીએ 99.98પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું તેમજ જેતાણી જેનીલએ 99.98પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને ડોડીયા પરમએ 99.97પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. ઉપરોક્ત આ ચારેય બાળકોએ ગંગોત્રી સ્કૂલ અને ગોંડલનું ગૌરવ વધાર્યું છે.


Advertisement
Advertisement