સુરેન્દ્રનગરની ટી.બી.હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ડોક્ટર સાથે મારામારીની ઘટના.!

26 May 2023 12:37 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરની ટી.બી.હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ડોક્ટર સાથે મારામારીની ઘટના.!
  • સુરેન્દ્રનગરની ટી.બી.હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ડોક્ટર સાથે મારામારીની ઘટના.!
  • સુરેન્દ્રનગરની ટી.બી.હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ડોક્ટર સાથે મારામારીની ઘટના.!
  • સુરેન્દ્રનગરની ટી.બી.હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ડોક્ટર સાથે મારામારીની ઘટના.!

► ચાર જેટલા શખ્સો દ્વારા ટીબી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ડોક્ટર ઉપર હુમલો કર્યા બાદ તોડફોડ પણ કરી

► ઘટનાને લઈ ડોક્ટરી આલમમાં રોષ : ટી.બી. ના ડોક્ટરો અને ટ્રસ્ટી વચ્ચે ખાસ બેઠકનું આયોજન કરાયું.. : 24 કલાકમાં ન્યાય નહિ મળે તો અચોક્કસ મુદ્દતની હડતાળની તબીબોની ચીમકી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.26 : સુરેન્દ્રનગર જિલ્લામાં ડોક્ટરો ઉપર હુમલાના બનાવવા સતત વધતા જઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે કારણ કે ડોક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવતું હોય છે ખાસ કરીને ડોક્ટર દર્દીઓની ઈલાજ કરી અને તે સાજો થઈ જાય તેવા પ્રયાસો હાથ ધરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડોક્ટરો ઉપર હુમલાના બનાવો વધતાં ડોકટરી એસોસિયેશનમાં રોષ ફેલાયો છે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજમાં ડોક્ટર ઉપર હુમલા નો બનાવ સામે આવ્યું છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

મળતી વિગતે અનુસાર સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર શિવરાજ સિંહ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન ડોક્ટર ફરજ ઉપર હતા ઈમરજન્સી વિભાગમાં હતા તે દરમિયાન પગ ભાંગેલી હાલતમાં એક દર્દીને સારવાર માટે લાવવામાં આવેલો હતો તે દરમિયાન ડોક્ટરને આવેલા લોકોએ તુકારો આપતા ડોક્ટરે વ્યવસ્થિત વાત કરવા જણાવ્યું હતું. તે દરમિયાન અચાનક મામલો બીચકાયો હતો અને ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતોે ડોક્ટર ઉપર હુમલાના બનાવને લઈને મેડિકલ કોલેજના ડોક્ટરો એકત્રિત થઈ ગયા છે જો કે આમ અમને સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં નામ જોગ ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં આવેલા ઇમરજન્સી વિભાગમાં આ પ્રકારની ઘટના બની છે ત્યારે આ પ્રકારની ઘટનાને લઇ અને સમગ્ર ડોક્ટરી એસોસિયેશનમાં રોશ ફેલાયો છે. બોલાચાલી બાદ ડોક્ટરના ટેબલ ઉપર પડેલા ડીપી માપવાના મશીન અને દર્દીના ચેકઅપ માટે રાખવામાં આવેલા ટુલ્સ વડે પણ હુમલો કરવામાં આવ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે આ મુદ્દે સુરેન્દ્રનગર સીટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી એક પણ આરોપીની અને હુમલાખોરોની અટકાયત કરાવી નથી જેની હાલની પરિસ્થિતિ મુજબ ડોક્ટરી ટીમ ઉપર અસર પડી છે.

હુમલાખોરોએ ટી.બી હોસ્પિટલ સળગાવી દેવાની પણ ધમકી આપી
સુરેન્દ્રનગરના મેડિકલ કોલેજમાં આવેલા ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે જેને લઇને હાલની પરિસ્થિતિ મુજબ ડોક્ટરી એસોસિએશનમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને ગત રાત્રી દરમિયાન દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા બાદ સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર સ્વરૂપે પરિવર્તિત થયો હતો ત્યારબાદ આવેલા સગાસનહીજનો દ્વારા ડોક્ટર સાથે ગેરવર્તન બાદ હુમલો કરવામાં આવ્યો હતો અને વારંવાર કહેવામાં આવતું હતું કે ટીબી હોસ્પિટલ સળગાવી દેવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવતી હતી ત્યારે આ મામલે ટીબી હોસ્પિટલના જે સ્ટાફ છે તેમાં પણ અને ટ્રસ્ટીઓમાં પણ રોષ ફેલાયો છે.

કલેક્ટર અને પોલીસ વડાને આ મુદ્દે રજુઆત કરાશે
આ બનાવને લઈને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરવામાં આવતા તેમના જણાવ્યું છે કે ગત રાત્રિ દરમિયાન જે ડોક્ટર ઉપર ઘટના બની જેમાં ડોક્ટર ઉપર સામાન્ય બાબતે બોલાચાલી બાદ હુમલો કરવામાં આવી રહ્યો છે ચાર શખ્સો દ્વારા હુમલાની ઘટના બની છે ત્યારે આ મુદ્દે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા તથા ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવશે ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવશે અને ડોક્ટર ઊભા થતાં આજે બનાવો છે તે અટકાવવામાં આવે અને હુમલા ખોરોને કડક કાર્યવાહી થઈ શકે તે મુદ્દે રજૂઆત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ડોક્ટરો મેડિકલ કોલેજમાં સેવાનું પણ કામ કરી રહ્યા છે ત્યારે તેમના ઉપર હુમલા થાય તે સાખી લેવામાં આવશે ને તેવું ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાની મેડિકલ કોલેજમાં જે ડોક્ટર ઉપર હુમલા નો બનાવ આપ્યો છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે તમામ પ્રકારના પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે ત્યારે વારંવાર રાત્રે આવા મેડિકલ કોલેજમાં બનાવો બનતા હોય છે પરંતુ આ ગંભીર પ્રકારનો બનાવ બન્યો છે ડોક્ટર ઉપર હુમલો થયો છે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ટ્રસ્ટી અને ખાસ કરીને ડોક્ટર છે તેમના દ્વારા બેઠક યોજવામાં આવી છે છેલ્લી 24 કલાકમાં જો આ હુમલો કરનારા નહીં પકડાય તો હડતાળ ની પણ આપવામાં આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ બેઠક યોજાઈ અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરાઈ છે.

24 કલાકમાં હુમલાખોરો ઝડપાયા નથી, પોલીસ પકડથી દૂર
સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ડોક્ટર ઉપર હુમલો થયાને 24 કલાક જેટલો સમયગાળો થઈ ગયો છે ત્યારે ચાર શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે 24 કલાક બાદ પણ હુમલાખોરો પોલીસ પકડથી દૂર હોવાના મામલે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓ અને ભોગ બનનાર ડોક્ટર અને અન્ય ડોક્ટરો વચ્ચે બેઠક યોજવામાં આવી છે. આગળ કેવા પ્રકારના કાર્યક્રમો આપવા અને ન્યાય માટે રજૂઆત કરવા અંગેની તમામ પ્રકારની રણનીતિઓ હાલમાં ઘડવામાં આવી રહી છે.


Advertisement
Advertisement