આજ રોજ વહેલી સવારથી ચોટીલા રેફરલ હોસ્પિટલ ના લેબર રૂમમાં ઉત્સાહ નો માહોલ હતો સવારે 07:30 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી માં એક સીઝર અને છ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં નિયુક્ત થયેલ ગાયનેકોલોજીસ્ટ ડોકટર ધ્રુવી રીબડિયા અને ચોટીલા સી. એચ. સી. ના નર્સિંગ સ્ટાફની ઉત્તમ કામગીરીથી એક સગર્ભા બહેન ને સીઝેરીયન અને છે સગર્ભા બહેનોને નોર્મલ ડિલિવરી થતા હાજર સગર્ભા બહેનોના સગા વ્હાલાઓએ રેફરલ હોસ્પિટલ માં નિયુક્ત થયેલ ડો. ધ્રુવી રિબડિયા તથા સ્ટાફ નો તાળીઓના ગડગડાટ થી વધાવી લીધા હતા.