ઉના, તા.26 : ઉના તાલુકાના દાંડી ગામના સરપંચ પ્રતિનિધિ કાળુભાઈના નેતૃત્વ ઉના તાલુકાના ખાણ દેલવાડા નવાબંદર રાજપરા બંદર તથા આજુબાજુના ગામડા ના લોકો જેના પરિવાર નાં માછીમારો દરિયામાં ફીસીગ કરવાં જતાં શરદ ભંગનાં ગુન્હામાં પાકિસ્તાનની જેલમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી કેદ છે તેને છોડાવવા તથા 81 માછીમારો નાં જે નામ કપાયેલા છે
તેવાં માછીમારો બે વર્ષ કરતાં વધું સમય વિતવા છતાં છુટ્યા નહીં હોવાનાં કારણે પરીવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમની રજૂઆત કરવા માટે મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી રાઘવજી ભાઈ પટેલ ની રૂબરૂ મુલાકાત કરેલી તથા કમિશનર રૂબરૂ રજૂઆત કરેલ આ બાબતે કેન્દ્ર સરકાર નાં કેબિનેટ મંત્રી પરસોતમ રૂપાલા ના પી એ સાથે પણ બેઠક કરી હાલમાં પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારોને મુક્ત વહેલી તકે કરાવવાં અને છૂટવાનાં વિલમ પાછળની સમસ્યાથી વાકેફ કરેલ હોય
ગાંધીનગર મુકામે સચિવ ની મુલાકાત વખતે સામાજિક કાર્યકર્તા રમેશભાઈ વંશ અને ભરતભાઈ કામળિયા સરપંચ રાજપરા બંદર ખાસ હાજર રહ્યા હતા તેમજ મંત્રી એ આ મુલાકાત સંદર્ભે ખૂબ સારો પ્રતિભાવ આપેલ છે રજૂઆત વખતે સાથે રહેલ માછીમાર બહેનોએ પણ મંત્રી રાઘવજીભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે.