(ચંદારાણાભાઈ દ્વારા) વાંકાનેર તા.26 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.10ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવ્યો છે. જેમાં 99.99 પીઆર સાથે વાંકાનેર જ્ઞાનગંગા સ્કુલનો વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે આવતા મોરબી જિલ્લાનું નામ સમગ્ર રાજયમાં ગૌરવભેર ગુંજતું થયું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10નું 62.64 ટકા પરિણામ જાહેર થયું છે
જેમાં એજયુકેશન હબ બનવા જઈ રહેલ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ 75.43% પરિણામ સાથે સમગ્ર રાજયમાં બીજો નંબર મેળવ્યો છે. જિલ્લાના વાંકાનેર ખાતે આવેલી જ્ઞાનગંગા સ્કુલના વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈએ 99.99 પીઆર સાથે ગણિત અને સંસ્કૃત બન્ને વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી સમગ્ર રાજયમાં બોર્ડ પ્રથમ આવી મોરબી જિલ્લાનું નામ રોશન કયુર્ં છે. નોંધનીય છે કે, મિત પટેલના પિતા શૈલેષભાઈ પટેલ વાંકાનેર કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે.