ધો.10 માં વેરાવળની દર્શન સ્કુલનું 97.02 ટકા પરિણામ

26 May 2023 12:48 PM
Veraval
  • ધો.10 માં વેરાવળની દર્શન સ્કુલનું 97.02 ટકા પરિણામ

પાંચ વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં: ઝાલા મિતએ ગણિતમાં 100 માંથી 100 માર્ક મેળવ્યા

વેરાવળ, તા.26 ; ધો.10 ના પરીણામમાં વેરાવળની દર્શન સ્કૂલના પાંચ વિધાર્થીઓ એ-1 ગ્રેડમાં તથા ગણિતમાં 100 માંથી 100 માર્ક ઝાલા મીતે મેળવી ગીર સોમનાથ જીલ્લા સાથે શાળાનું ગૌરવ વધારેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો 10 નું પરીણામ જાહેર થયેલ જેમાં દર્શન માધ્યમિક શાળાએ ડંકો વગાડેલ છે.

દર્શન સ્કુલનો વિદ્યાર્થી ઝાલા મીત 99.79 પી.આર. એ-1 ગ્રેડ સાથે પ્રથમ નંબર સાથે ગણિતમાં 100 માર્ક મેળવી બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. ચારીયા જાગૃતી 99.69 પી.આર. સાથે શહેરમાં દ્રિતિય સ્થાન તથા મુલચંદાણી દ્રષ્ટિ 99.63 સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. સમગ્ર બોર્ડનું 64.65 ટકા પરીણામ આવેલ છે જયારે ગીર સોમનાથ જિલ્લાનું 62.01 ટકા અને વેરાવળ કેન્દ્રનું 58.42 ટકા પરીણામ આવેલ છે જેમાં દર્શન સ્કુલનું પરીણામ 97.02 ટકા આવેલ છે. સ્કુલનાં પાંચ વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ તથા 16 વિધાર્થીઓ એ-2 ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે.

આ પરીણામની વિગતો આપતા શાળાના સંચાલક ભૂપેન્દ્રભાઇ વિઠલાણી જણાવેલ કે, વિધાર્થી ઝાલા મીત ના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. તેમને રોજની આઠ થી દસ કલાકની મહેનત બાદ આ સફળતામાં શિક્ષક વિઠલાણી ના માર્ગદર્શન હેઠળ મળેલ છે અને એન્જીનિયરમાં એડમિશન મેળવી આઇ.આઇ.ટી માં જવાની ઇચ્છા છે. ચારીયા જાગૃતિ ના પિતા ટેક્સ્ટ ક્ધસલ્ટ અને માતા ગૃહીણી છે. આગળ ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ બનવાની મહત્વકાંક્ષા છે. મુલચંદાણી દ્રષ્ટિ ના પિતા જમીન-મકાનની દલાલી અને માતા ગૃહિણી છે તે પણ ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ બનવાની મહત્વકાંક્ષા છે. આ ઉપરાંત વાળા સ્નેહા 99.56 પી.આર. સાથે એ-1 ગ્રેડ મેળવી મેડિકલમાં પ્રવેશ મેળવી ડોક્ટર થવાની ઇચ્છા છે.

લાલવાણી ખુશ્બુ 99.19 પી.આર. સાથે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરી જીલ્લામાં તથા શહેરમાં દર્શન સ્કુલનું ગૌરવ વધારેલ છે. વેરાવળમાં ધો.10 સાયન્સ અને કોમર્સમાં શ્રેષ્ઠ પરીણામ સાથે વિદ્યાર્થીના ટકાવરીના ધ્યેય સાથે શિશ્ત અને સંસ્કારનું સિંચન કરે છે દર વર્ષે આ શાળામાંથી વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવે છે. શાળામાં નીટ તેમજ જેઇઇ ની પણ તૈયારી કરાવવામાં આવતી હોવાનું તથા સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેબની સુવિધા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Advertisement
Advertisement