સલાયાના પાણી પ્રશ્ને મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

26 May 2023 12:49 PM
Jamnagar
  • સલાયાના પાણી પ્રશ્ને મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.26 : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઉપસ્થિત થયેલા પાણી પ્રશ્ન સંદર્ભે અહીંના જિલ્લા કલેકટર અશોક શર્માએ ગુરુવારે સલાયાની મુલાકાત લીધી હતી.સલાયાની મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરએ ચીફ ઓફિસર અમિત પંડ્યા સાથે પાણીની વિતરણ વ્યવસ્થા જાળવવા અને તમામ નાગરિકોને પાણી વ્યવસ્થિત રીતે મળી રહે તેની કાળજી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત નાગરિકોને વધુ સારી રીતે પાણી પુરવઠો પૂરો પાડી શકાય તે અંગે નગરપાલિકા દ્વારા સરકારની યોજના હેઠળ હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન અહીંના મામલતદાર પી.એ. ગોહિલ, વિગેરે સાથે રહ્યા હતા.


Advertisement
Advertisement