જેતપુરના પ્રેમગઢના વશરામભાઇનું અવસાન: ચક્ષુદાન કરાયું

26 May 2023 12:52 PM
Dhoraji
  • જેતપુરના પ્રેમગઢના વશરામભાઇનું અવસાન: ચક્ષુદાન કરાયું

ધોરાજીના માનવસેવા યુવક મંડળને 143 મું ચક્ષુદાન

ધોરાજી, તા.26 : જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના ખેડૂત વશરામભાઈ શંભુભાઈનું અવસાન થતાં ચક્ષુદાન કરવા માટે પરિવારજનોએ ધોરાજી સ્થિત માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને જાણ કરતા ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશભાઈ વસેટીયન ને જાણ કરતા મેડીકલ ટીમનાં રોહિત ભાઈ, દિપકભાઈ, વિજયભાઈ સહિત માનવસેવા યુવક મંડળ સાથે પ્રેમગઢ ગામે પહોંચી

સ્વ. વશરામભાઈ નાં ચક્ષુ લઈને માનવસેવા યુવક મંડળને સોંપતા માનવસેવા યુવક મંડળ દ્વારા રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે ચક્ષુઓ પહોંચાડાયા હતા. આ તકે અરૂણાબેન ઝાટકીયા ધ્રુવીન કડેવાર રણછોડભાઇ કડેવાર યોગેશ કડેવાર ગોવિંદભાઇ કડેવાર જેન્તીભાઈ આગોલ કિરીટભાઈ ઝાટકીયા પ્રવિણભાઇ ધરસંડીયા મહેશભાઈ ભાલોડીયા સહિતના હાજર રહેલ હતા અને ગામના સરપંચ વિરલભાઈ ઠોળીયા એ ધોરાજી સરકારી હોસ્પિટલની માનવસેવા યુવક મંડળની સેવાને બિરદાવી હતી.

તેમજ કડેવાર પરીવારની સેવાને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા ભોલાભાઈ સોલંકી એ બિરદાવી સ્વ. વશરામભાઈ ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને ધોરાજી તેમજ આસપાસનાં વિસ્તારોમાં ચક્ષુદાન કરવા માટે મો.નં. 9898701774 - +919898715775 તથા સરકારી હોસ્પિટલના ફોન નંબર 02824 220139 પર કોન્ટેક કરવા જણાવ્યું છે. ધોરાજીના માનવસેવા યુવક મંડળને આ 143 મું ચક્ષુદાન મળ્યું છે.


Advertisement
Advertisement