રાણાવાવના બાપોદ્રામાં વૃદ્ધાએ અગ્નીસ્નાન કરી જીવન ટુંકાવ્યું

26 May 2023 12:52 PM
Porbandar
  • રાણાવાવના બાપોદ્રામાં વૃદ્ધાએ અગ્નીસ્નાન કરી જીવન ટુંકાવ્યું

અઠવાડીયા પહેલાં સંતોકબેને અગમ્ય કારણોસર પગલું ભરી લીધું ‘તું’: રાજકોટ સારવારમાં દમ તોડતાં પરીવારમાં કલ્પાંત

રાજકોટ,તા.26
રાણાવાવના બાપોદ્રા ગામે રહેતાં સંતોકબેન હરદાસભાઈ બાપોદ્રા (ઉ.વ.80) ગઈ તા.18ના ઘરે હતાં. ત્યારે અગમ્ય કારણોસર પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.શરીરે ગંભીર રીતે દાઝેલા વૃદ્ધાને સારવારમાં પ્રથમ પોરબંદર અને બાદમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવથી મૃતકના પરીવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.


Advertisement
Advertisement