(વિનુભાઈ મેસવાણીયા) માંગરોળ,તા.26 : માંગરોળ એસ ટી ડેપોમાં રાજ્ય સરકાર દ્વારા નવી ચાર બસો ફાળવતા ધારાસભ્ય ભગવાનજીભાઈ હસ્તે લીલી ઝંડી આપી ઉપરોક્ત રુટ પર પ્રસ્થાન કરાવાઇ.ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમે જુનાગઢ જીલ્લાના માંગરોળ ડેપોને મા ચાર નવી બસો ફાળાવાઇ
જેમા બે મેટ્રો અને બે ટુ બાય ટુ સેમી લકઝરી એસટી બસો સમાવેશ કરાયો ફારવેલ બસો માથી બે મેટ્રોલીંગ બસો માંગરોળ જુનાગઢ,અને સોમનાથ પોરબંદર વાયા માંગરોળ તેમજ બે ટુ બાય ટુ લક્ઝરી બસો માંગરોળ અમદાવાદ રુટ પર દોડશે એસટી ડેપો ખાતેથી નવી બસોન ઉપરોક્ત રૂટ ઉપર પ્રસ્થાન કરાવવા એસટી ડેપો મેનેજર સહિત ના કર્મચારીઓ તેમજ અન્ય આગેવાનની ઉપસ્થિતીમાં માંગરોળ-માળીયા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાના હસ્તે શ્રીફળ વધારી નવી બસોને લીલીઝંડી આપતા પંથકની જનતામાં આનંદની લાગણી છવાઈ હતી.
આ અવસરે ધારાસભ્ય કહ્યુ હતુ કે આવનારા સમયમાં માંગરોળના મુસાફરો માટે અને ખાસ કરી અમદાવાદ સીવીલ મા જતા દર્દીઓ માટે માંગરોળ થી અમદાવાદ વાયા સીવીલ હોસ્પિટલ માટે સ્લીપર બસ માટે સરકારમાં રજુઆત કરેલ છે અને ટુંક સમયમા માંગરોળ ડેપોને આ સ્લીપર બસ પણ મળશે તેવી ધારાસભ્ય દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમજ ગાંધીનગર, સુરત, ઉજ્જૈન (મહાકાલ એક્સપ્રેસ), શ્રીનાથજી જેવા નવા રુટો મા સ્લીપર કોચ આપવા લોક માંગણીઓ છે.