વાંકાનેરમાં સિરામિક કારખાનામાંં ઉપરથી પડતા મહિલાનું મોત

26 May 2023 12:54 PM
Morbi
  • વાંકાનેરમાં સિરામિક કારખાનામાંં ઉપરથી પડતા મહિલાનું મોત

લીંબડીના દેવપરાની સ્ત્રીનું અમદાવાદ ખાતે મૃત્યુ નીપજયું

(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.26
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના દેવપરા ગામના રહેવાસી ભગીરથભાઈ સોલંકીના પત્ની સોનલબેન સોલંકી (37) સરતાનપર રોડ ઉપર આવેલ ઓ.આર.બી. સિરામિક કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામ કરતી વખતે સાત ફૂટની ઊંચાઈ ઉપરથી તે નીચે પટકાયા હતા જેથી વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત
વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી પાછળ ગાત્રાળ નગરમાં ઝૂંપડામાં રહેતા મુન્નાભાઈ ધીરુભાઈ પરમાર જાતે બાબાજી (40) નામના યુવાનને ટીબીની બીમારી હોય અચાનક શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો.


Advertisement
Advertisement