રાજકોટ,તા.25
રાજકોટમાં તા.24/05 સાંજના સમયે આજુબાજુ ખેંચ(આંચકી)નો કોલ આવતા મોડાસા ના રહેવાસી સ્નેહલભાઇ શુક્લાને બસ મુસાફરી દરમિયાન ખેંચ(આંચકી)આવતા કોઈ વ્યક્તિ એ 108 નો સંપર્ક કર્યો હતો.ત્યારે જેતપુર 108 ના પાઇલોટ મનુભાઈ લાલુ અને EMT રાજેન્દ્ર ગૌસ્વામી ગણતરીની મીનીટમાં જ ઘટનાસ્થળ પર પોંહચી ગયા હતા અને જરૂરી સારવાર આપી દર્દીને જેતપુરની સરકારી હોસ્પિટલે પોંહચાડેલ દર્દી બેભાન હાલતમાં હોવાથી તેમની પાસેથી મળી આવેલ રોકડ રકમ અને મોબાઈલ ફોન તેમજ જરૂરી દસ્તાવેજની અંદાજે કિંમત 90,000 નો સામાન તેમના ભાઈ આકાશભાઈ શુક્લા ને 108ની ટીમ દ્વારા સંપર્ક સાંધી ને પરત કર્યો હતો.