(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.26 : સાવરકુંડલા નજીક આવેલ ઓળીયા ગામે કાનનાં ઓપરેશનનાં કારણે લાગી આવતા વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીતા મોત થયું હતું. સાવરકુંડલા તાલુકાનાં ઓળીયા ગામે રહેતી અને અભ્યાસ કરતી દિપુબન મંગળશીભાઈ બગડા નામની 15 વર્ષિય તરૂણીને 1 વર્ષથી કાનનાં પડદાની બીમારી હોય અને દવા પણ ચાલું હોય થોડા સમય પછી કાનનું ઓપરેશન કરવાનું હોય. જેથી મનમાં લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.
શ્રમીકનો આપઘાત | ધારી ગામે સરસીયા રોડ ઉપર રહેતા અને મજૂરી કામ કરતાં શકિતભાઈ દલાજી ઝવેરી નામનાં 30 વર્ષિય યુવક મજૂરી કરી મુશ્કેલીથી પોતાનું ગુજરાન ચલાવતા હોય. તે દરમિયાન 15 દિવસ પહેલા મજૂરી કામ કરતાં હતા તે દરમિયાનપથ્થર પગ ઉપર પડતા પ્લાસ્ટરનો પાટો આવેલ હોય. જેથી તે મજૂરી કામ ઉપર જઈ શકતા ન હોય. જેથી તેમને ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હોય જેથી તેમણે આર્થિક સંકડામણનાં કારણે લાગી આવતા ગત તા.23નાં રાત્રે 10થી તા.24નાં સવાર સુધીનાં ગાળામાં પોતાની મેળે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.