રાજુલા, તા.26 : રાજુલા શહેરમાં આજરોજ એક મીની અને બે વોલ્વો મળી કુલ ત્રણ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ લોકાર્પણ કરી ખુદ પોતે ડ્રાયવર બની આખા શહેરમાં બસ ચલાવી હતી. રાજુલા શહેરમાં ગુજરાત સરકાર દ્વારા એ બે વોલ્વો બસ તેમજ એક મીની બસ ફાળવવામાં આવતા આજરોજ રાજુલા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના નવી એસટી બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લીલી જંડી આપવામાં આવી હતી જે લાંબા રૂટમાં અને ટૂંકા રૂટમાં અમરેલી સુધી આ નવી બસ દોડશે ત્યારે આ મહત્વની સુવિધાઓ રાજુલા શહેરમાં મળતા રાજુલા શહેરમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે
અત્રે નોંધનીય બાબત છે કે રાજુલા શહેરમાં એસટી બસના લોકાર્પણ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓને સાથે રાખી એસટી બસ પોતે ચલાવી અને આખા શહેરમાં એસટી બસ ચલાવી હતી જે ચર્ચાનો વિષય બન્યો હતો અને સોશિયલ મીડિયામાં આ વિડીયાએ ધૂમ મચાવી હતી. ધારાસભ્ય ખુદ એસટીના ડ્રાઈવર બનતા આ વિસ્તારમાં ધારાસભ્યની નિખાલસતા તેમજ સામાન્યતા જોવા મળી હતી રાજુલા શહેરમાં મુખ્ય મુખ્ય માર્ગો તેમજ બાયપાસ સુધી આ બસને ધારાસભ્ય ખુદ ડ્રાઇવિંગ કરી અને ચલાવી હતી અને લોકાર્પણ માટે લોકોની વચ્ચે મૂકવામાં આવી હતી આ તકે પીઠાભાઈ નકુમ સાગરભાઇ સરવૈયા જીગ્નેશભાઈ પટેલ કુમાર સંજયભાઈ ધાખડા બકુલભાઈ વોરા ગૌરાંગભાઈ મહેતા જીગ્નેશભાઈ ત્રિવેદી ભરતભાઈ જોશી ડેપો મેનેજર શ્રી જોશી તેમજ એટીઆઈ ભરતભાઈ વરુ સહિતના શહેરીજોનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.