જસદણ ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાનું સન્માન

26 May 2023 01:06 PM
Jasdan
  • જસદણ ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાનું સન્માન

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા.26 : જસદણ ભાજપના આગેવાનો દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિયુક્ત રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા ને બહુમાન સાથે શુભેચ્છા પાઠવી.ગોંડલ માર્કેટિંગ યાર્ડના યુવા ચેરમેન અને હાલ રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અલ્પેશ ઢોલરીયા ને જસદણના આગેવાનોએ રૂબરૂ શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે જસદણના પ્રતિનિધિ મંડળે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી જસદણ શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી પૂર્વ યુવા ભાજપ પ્રમુખ અને જીઆઇડીસી ઍસો ના પ્રેમુખ વિજયભાઈ રાઠોડ પૂર્વે નગરસેવક અને યાર્ડના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા પાલિકાના સદસ્યો કેતનભાઇ લાડોલા દુર્ગેશભાઈ કુબાવત, પ્રવીણભાઈ ધોડકિયા હરેશભાઈ હિરપરા પૂર્વ ભાજપ મહામંત્રી નિમેષભાઈ શુકલ જાદવભાઈ માળવીયા યશવંત ઢોલરીયા મુન્નાભાઈ બાવળીયા અરવિંદભાઈ ઠુંમર સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લઇ મોમેન્ટો આપી ફૂલહાર થી નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ને બહુમાન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી


Advertisement
Advertisement