ધોરાજીના વોર્ડ નં.4 અને ફરેણી રોડ વિસ્તારમાં પાણી પ્રશ્ને દેકારો: ધારાસભ્ય વિરોધી સુત્રોચ્ચાર

26 May 2023 01:07 PM
Dhoraji
  • ધોરાજીના વોર્ડ નં.4 અને ફરેણી રોડ વિસ્તારમાં પાણી પ્રશ્ને દેકારો: ધારાસભ્ય વિરોધી સુત્રોચ્ચાર

પાલિકા દ્વારા નળ કનેકશનો અપાયા પણ પીવાનું પાણી અપાતું નથી: મહિલાઓ લાલધુમ

(સાગર સોલંકી / ભોલાભાઇ સોલંકી) ધોરાજી,તા.26 : ધોરાજીના ફરેણી રોડ અને વોર્ડ નંબર ચારમા ઘણા વર્ષોથી પીવાના પાણી ની સમસ્યાઓ ને લઈ ને સ્થાનિક લોકો ને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે નગરપાલિકા તંત્ર દ્વારા ફરેણી રોડ વિસ્તાર મા 60 થી વધારે કનેકશન આપી દિધેલ છે પણ પાણી ના કનેકશન માથી પાણી આવતુ નથી નળ કનેકશન શોભા ના ગાંઠીયા સમાન બનેલ છે.આ અંગેના અનેક વખત રજુઆત કરવા છતાં તેનું પરિણામ તમામ પ્રકાર ના વેરાઓ પણ સમયસર ભરી દેવામા આવે છે તોય આજ દિન સુધી નળ કનેકશન માથી પાણી આવતુ નથી ધોરાજી નગરપાલિકા ને લેખિત રજૂઆત કરાઈ અને ગાંધીનગર પણ જવાબદાર તંત્ર ને રજુઆત કરેલ પણ કોઈ નક્કર પરિણામ આવેલ નથી ત્યારે આજરોજ વોર્ડ નંબર ચાર અને ફરેણી રોડની ઘણી મહિલાઓ લાલઘૂમ થઈ ને પહોંચી નગરપાલિકા કચેરીએ પણ યોગ્ય જવાબ આપેલ ન હતો તેથી મહિલાઓએ ધારાસભ્ય વિરોધ સૂત્રોચ્ચાર કરેલ અને પાણી આપો પાણી આપોના નારા ઓ લગાડીને પોતાનો રોષ વ્યક્ત કરેલ હતો. તંત્રદ્વારા આ બાબતે તત્કાલ પંગલા લેવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.


Advertisement
Advertisement