વિરપુરના દારૂના ગુનામાં સાત વર્ષથી ફરાર જુનાગઢનો અલતાફ ઝડપાયો

26 May 2023 01:07 PM
Rajkot
  • વિરપુરના દારૂના ગુનામાં સાત વર્ષથી ફરાર જુનાગઢનો અલતાફ ઝડપાયો

રાજકોટ તા.26 : રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે વિરપુર પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર અલતાફ રહીમ ઉર્ફે કરીમ સીપાઈ (રહે.જુનાગઢ, દાતાર રોડ, આંબાવાડીયા, પોલીસ લાઈન પાછળ)ને દબોચી વિરપુર પોલીસને હવાલે કરાયો હતો. એસપી જયપાલસિંહ રાઠોડે નાસતા ફરતા પકડવાના બાકી આરોપીઓને પકડવા સૂચના આપી હોય એલસીબીની ટીમ તપાસમાં હતી. દરમિયાન બાતમી મળેલી કે અલતાફ જૂનાગઢમાં છે. જેથી તુરંત ટીમે જૂનાગઢ પહોંચી આરોપીને ઝડપી લીધો હતો અને તપાસ અર્થે વીરપુર પોલીસને સોંપી દીધો હતો. આ કામગીરીમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ આર.કે. ગોહિલ, હેડ કોન્સ. વીરરાજભાઈ ધાંધલ, કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકી, મહેશભાઈ સારીકાડા, કૌશિકભાઈ જોષી, અબ્દુલભાઈ શેખ ફરજ પર રહ્યા હતા.


Advertisement
Advertisement