(વિપુલ હિરાણી) ભાવનગર, તા.26 : ભાવનગરના અખિલેશ પાર્ક, મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ સામે આવેલ બંધ મકાનમાં તસ્કરોએ ખેપ કરી ઘરમાં રાખેલ 12 તોલા સોનાનાના ઘરેણાં તેમજ એક કિલો ચાંદીના ઘરેણાં તથા રોકડા રકમ મળી કુલ રૂ.1.60 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી ના આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ અખિલેશ પાર્ક,બી.એમ.સી. કોમ્યુનિટી હોલ સામે આવેલ પ્લોટ નં. 9 માં રહેતા રમેશભાઈ કાનજીભાઈ વાઘેલા તેમના પરિવાર સાથે તેમના વતન કાદીપુર,તા. ધોલેરા ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી, બેડરૂમમાં રાખેલ કબાટમાંથી 10 તોલા સોનાના ઘરેણા તેમજ એક કિલો ચાંદીના ઘરેણા તથા રોકડા રૂ. 85 હજાર મળી કુલ રૂ. 1.60 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના અંગે રમેશભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.