(ગની કુંભાર) ભચાઉ તા.26 : સામખિયાળી ટોલ પાસે બે ટ્રેલર અથડાતા અકસ્માતમાં ફસાયેલા ચાલકને હાઇવે પેટ્રોલીંગ ટીમ ઇમરજન્સી 108 ની ટીમ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાઇવે એબ્યુલન્સની ટીમ દ્વારા કિંમતી સામાન પણ ડ્રાવિરને સુપ્રત કરાયો હતો.