હળવદમાં એક્ટિવા-બાઇક અથડાયા બાદ યુવાનને ચાર શખ્સોએ પાઇપ વડે માર માર્યો

26 May 2023 01:21 PM
Morbi
  • હળવદમાં એક્ટિવા-બાઇક અથડાયા બાદ યુવાનને ચાર શખ્સોએ પાઇપ વડે માર માર્યો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26 : હળવદમાં આવેલ આંબેડકર સર્કલ પાસે એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે એક્ટિવા ચાલક યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ અને ટામી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવાર લઈને આવ્યા હતા.

હળવદમાં ધ્રાંગધ્રા દરવાજા પાસે આવેલ રાવલ ફળીમાં રહેતા કિશનભાઇ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ બાબરીયા કોળી (24)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલભાઈ ધીરાજીલાલ દલવાડી, વિપુલભાઈ ધીરજલાલ દલવાડી, બળદેવભાઈ મનજીભાઈ દલવાડી અને ભરતભાઈ મનજીભાઈ દલવાડી રહે. બધા ખારી વાળી હનુમાનજી મંદિર પાસે હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, હળવદમાં આવેલ આંબેડકર સર્કલ પાસેથી તે પોતાનું એકટીવા લઈને જતો હતો

ત્યારે આરોપી અનિલના બાઇકની સાથે એક્સિડન્ટ થયું હતું જેથી કરીને અનિલે તે બાબતનું મનદુ:ખ રાખીને તેને ગાળો આપી હતી અને ફરિયાદી યુવાનને જમણા પગે લોખંડનો પાઇપ માર્યો હતો તેમજ વિપુલે ફરિયાદીને માથાના ભાગે લોખંડની ટામી મારી હતી. યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.


Advertisement
Advertisement