(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26 : વાંકાનેરમાં આવેલ નવાપરામાં ભઠ્ઠા પાસે રહેતો યુવાન તેના મિત્રને પોતાના સીબીઝેડ બાઈકમાં બેસાડીને જીઆઇડીસી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક દિવાલ સાથે અથડાતા યુવાનને ગંભીર ઇજાથી મોત નીપજયું હતું. બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં ભઠ્ઠા પાસે રહેતા વીરજીભાઈ ચકાભાઇ સાથળીયા દેવીપુજક (52) એ હાલમાં તેના મૃતક દીકરા પ્રફુલ ઉર્ફે લાલો વિરજીભાઈ સાથળિયા દેવીપુજક (28) સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેનો દીકરો ગઈકાલે સાંજના સમયે વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપરથી પોતાના મિત્ર મયુર લગધીરભાઈને બાઈકમાં પાછળ બેસાડીને પસાર થઈ રહ્યો હતો અને ત્યારે પ્રફુલ બાઇક ચલાવતો હોય અકસ્માતે બાઈક દિવાલ સાથે અથડાતા પ્રફુલને માથા અને હાથે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું. પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.