ભચાઉ: ભચાઉ તાલુકા આધોઇના કાંકરિયામાં વાડી વિસ્તારમાં રહેતાં મંજુબેન કોળી ને પ્રુસુતી ની પીડા ઉપડતા જ આશાવર્કર શિલ્પાબેન એ 108 ને કોલ કર્યો હતો.આ કોલ સમાખીયાલી 108 ઊખછઈં ગ્રીન હેલ્થ સર્વિસ ની ટિમને મળતા ત્યાં ના કર્મચારી ઓ ઇમટી ગણપતભાઈ ઠાકોર અને પાઈલોટ પ્રવીણભાઈ કાપડી તરત જ 108 સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યાં થી પેસન્ટ ને ભચાઉ સરકારી હોસ્પીટલ જવા નીકળ્યા હતા. આધોઇ રસ્તા માં જ સગર્ભા ને પ્રસુતિની પીડા ગંભીર માલુમ પડતા રસ્તા વચ્ચે ડિલિવરી કરાવી પડે તેમ હતી. અમદાવાદ ખાતેના 108 ના ઇમરર્જન્સી યભિા ડોક્ટર જે.ડી. પટેલ તશિ ને કોલ કરી નિષ્ણાત ની સલાહ લીધી. 108 માં ઉપલબ્ધ ડીલીવરી ના સાધનો, તથા ટેકનીક નો ઊપયોગ કરીને રસ્તામાં જ સફળતા પુર્વક બાળક નું જન્મ કરાયુ હતું.તથા વધુ સારવારર્થે માતા અને બાળકી ને આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.લક્ષ્મી સમાન બાળકી નો જન્મ થતા પરિવાર માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. તેમજ પ્રોગ્રામ મેનેજર સુજીત માલવિયા સર અને ઇએમઇ હરેશ વાણીયા સર દ્રારા ટીમ ની પ્રશંનીય કામગીરી બદલ બિરદાવવા માં આવ્યા હતા.