(વિપુલ હિરાણી) ભાવનગર, તા.26 : ભાવનગરના ચકચારી ડમીકાંડમાં પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા છે. ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ગઇકાલે સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે ડમી કાંડમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓની ધડપકડ કરી છે. જેમાં એસ.ઓ.જીએ જયદીપ ભદ્રેશભાઈ ધાધલ્યા ઉ. વ.28 રહે.કામીનીયાનગર, ઋષિત અરવિંદભાઈ બારૈયા ઉ. વ.18 રહે. પીપરલા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઉ.વ.17 સહિત ત્રણેયને ઝડપી લીધો હતા. ઉલ્લેખનીય છે કે ભાવનગર પોલીસે ડમીકાંડમાં 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમાંથી આજ સુધી 24 ઝડપાયા છે. જ્યારે એ એફઆઇઆરમાં ઉલ્લેખ ન હોય તેવા 26 આરોપીઓ સહિત કુલ 50 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા 50 માં બે આરોપી સગીર છે.