ખનીજ ચોરી સાથે સંકળાયેલા વધુ એક શખ્સને થાનગઢ પોલીસે ઝડપી લીધો

26 May 2023 01:42 PM
Surendaranagar
  • ખનીજ ચોરી સાથે સંકળાયેલા વધુ એક શખ્સને થાનગઢ પોલીસે ઝડપી લીધો

વોટસએપ ગ્રુપ મારફતે અધિકારીઓ ઉપર વોચ રાખતા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.26 : સુરેન્દ્રનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એચ.પી.દોશીએ તથા લીંબડી ડીઝન લીંબડીના નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા, લીંબડી ડીવીઝનમાં રેતી, કોલસો, માટી વિગેરે ખનીજનું ગેરકાયદેસર ખનન કરવા માટે ભુમાફીયા ઇસમો દ્વારા વોટસએપ ગ્રુપ બનાવેલ છે અને તેના દ્વારા સરકારી વિભાગના અધિકારીઓ કે જેઓ ખનન પ્રવૃતિ અટકાવવા માટેની ફરજ બજાવે છે તેવા અલગ અલગ શાખાના અધિકારીઓ ઉપર વોચ રાખી તેઓના તથા તેમની ગાડીઓના લોકેશન, વોટસએપ ગ્રુપના શેર કરી તથા આવા ગ્રુપના અન્ય સભ્યો જીલ્લામાં અલગ અલગ જગ્યાએ વોચમાં હાજર રહી. કાયદેસરની કાર્યવાહી કરવા ફિલ્ડમાં નીકળનાર અધિકારીઓની તમામ પ્રકારની હરકત બાબતે ગ્રુપમાં મેસેજની આપ-લે કરી સરકારી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહીથી બચી રહેલ હોય તેવા ઇસમો શોધી કાઢી તેઓ વિરૂધ્ધ દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવા થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.વિહોલને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અન્વયે થાનગઢ પોલીસ સ્ટેશનના પોલી ઇન્સ. કે.બી.વિહોલ થાનગઢ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવીઝન ખાણ ખનીજ ચોરી અટકાવવા માટે ફાળવેલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જીલ્લા વિસતારમાં પેટ્રોલીંગ કરી વોટસએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની હરકત ઉપર વોચ રાખનાર ઇસમો શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સાથે રહી જરૂરી માર્ગદર્શન આપતા ગઇકાલે થાનગઢ પોલસીની ટીમો દ્વારા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન ચોકકસ બાતમી હકીકત મેળવી આરોપી ભનુભાઇ અમરાભાઇ માલકીયા જાતે ભરવાડ ઉ.વ.26 ધંધો ખેતી રહે. થાનગઢ ભગવતીનગર રૂપાવટી રોડ, તા. થાનગઢ જી. સુરેન્દ્રનગરને રૂપાવટી ચોકડી નજીક પકડી પાડેલ. ઇસમનો મોબાઇલ ચેક કરતા તેમાંથી એક વોટસએપ ગ્રુપ મળી આવેલ જે વોટસએપ ગ્રુપના જય નાગલાખાના ઠાકર ગ્રુપ વોટસએપ ગ્રુપના ગ્રુપના

સભ્યો દ્વારા અલગ અલગ અધિકારીઓની હાજરી બાબતે વોઇસ મેસેજ કે ટેકસ મેસેજથી ગ્રુપમાં પુછતા ગ્રુપમાં વોચમાં રહેલ પોતે તથા અન્ય સભ્યો દ્વારા અધિકારીઓની હાજરી બાબતે વોઇસ મેેસેજ કે ટેકસ મેસેજથી વોઇસ મેસેજની સાથોસાથ સરકારી ગાડીઓના ફોટોગ્રાફ સાથેની માહિતીની આપ લે કરેલ હોવાનું જણાય આવેલ અને ખનીજ ચોરીની પ્રવૃતિ ન પકડાય તે સારૂ ઉપરોકત વોટસએપ ગ્રુપમાં સભ્ય તરીકે જોડાઇ. અન્ય સભ્યોની માફક પોતપોતાના વિસ્તારમાં હાજર રહી સરકારી અધિકારીઓની હરકત તથા તેઓની સરકારી વાહન સાથેનો તમામ માહિતીની વોટસએપ ગ્રુપમાં આપલે કરી ખનીજ ચોરીનું સુવ્યવસ્થિત રેકેટ ચલાવતા સભ્ય તરીકે એકસમાન ઇરાદે ભૂમિકા ભજવતા હોવાની કબુલાત આપતા આરોપીને મોબાઇલ ફોન 1 કિ. રૂા.5,000 તથા હીરો હોન્ડા કંપનીનું મો.સા. રજી.નં. જીજે 13 એજી 7875 કિ. રૂા.15,000 મળી કુલ રૂા.20,000ના મુદામાલ સાથે પકડી પાડી પકડાયેલા આરોપીઓ ઉપરોકત જય નાગલાખાના ઠાકર ગ્રુપના એડમીન તથા ગ્રુપના સભ્યો તથા તપાસમાં ખુલે તે અન્ય તમામ ઇસમો સામે ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


Advertisement
Advertisement