જુનાગઢ તા.26 : ગત તા.25-5-2023ની વહેલી સવારે 4.15 કલાકે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે આરોપી અસ્લમ ગની સમા ગામેતી એ પોતાના સાબલપુર ખાતેના જીઆઈડીસી જયભવાની એસ્ટેટમાં આવેલ પ્લાસ્ટીકના કારખાનામાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોય જેની રેડમાં કારખાનાનો સંચાલક અસ્લમ ગની સમા ગામેતી, ફઝલબીન યુસુફ, વસીમ બોડુ શેખ, અંજુમ રેમુ દાનાઈ જુલાયા, અબ્બાસ મદપીન કાદર શેખ આરબ, મહમદ શબીર ઉમર અંસારી જીલાખા, અનવર યુસુફ શેખ અને ઈકબાલ સુલેમાન ગરાના જીલાખાવાળાને રોકડ રૂા.20250 નાલના રૂા.12000 મોબાઈલ ફોન નંગ-6 રૂા.60000 સહિત કુલ રૂા.81450 સાથે દબોચી લીધા હતા. તાલુકા પીએસઆઈ એસ.એ.ગઢવીએ તપાસ હાથ ધરી છે.