વિન ડીઝલની ફાસ્ટ એકસ ભારતમાં હિટ: 8 દિ’માં 81 કરોડની કમાણી

26 May 2023 02:45 PM
Entertainment India World
  • વિન ડીઝલની ફાસ્ટ એકસ ભારતમાં હિટ: 8 દિ’માં 81 કરોડની કમાણી

પહેલા વીક એન્ડમાં 35 કરોડનું કલેકશન મળ્યું: બીજા સપ્તાહમાં 100 કરોડને પાર થઈ શકે

મુંબઈ: હોલીવુડ સ્ટાર વિન ડીઝલની ફાસ્ટ એકસ ફિલ્મને ભારતમાં પહેલા દિવસે સારો રીસ્પોન્સ મળ્યો છે.8 દિવસમાં આ ફિલ્મે રૂા.80.85 કરોડનું બોકસ ઓફીસ કલેકશન મેળવ્યું છે. રિલીઝની શરૂઆતના દિવસોમાં આ ફીલ્મ ખુબ મજબુત રહી હતી. પરંતુ ધીમે ધીમે કલેકશન ઘટવા માંડયુ હતું. પહેલા વીકમાં આ ફીલ્મે રૂા.61 કરોડની આવક મેળવી હતી.

બોકસ ઓફીસનાં આંકડા મુજબ બીજા અઠવાડીયે સોમવારે ફાસ્ટ એકસને રૂા.6 કરોડ, મંગળવારે રૂા.5.20 કરોડ, બુધવારે 4.50 કરોડ અને ગુરૂવારે રૂા.4.15 કરોડનું કલેકશન મળ્યુ હતું. આ ફીલ્મ બીજા અઠવાડીયે પણ બોકસ ઓફીસ પર અડીખમ હોવાથી 100 કરોડની કલબમાં સમાવેશ નિશ્ચિત મનાય છે.

ફાસ્ટ સીરીઝની સાતમી ફિલ્મે ભારતમાં રૂા.107 કરોડ, અને ફાસ્ટ ને 8 ને રૂા.86 કરોડનું લાઈફ ટાઈમ કલેકશન મળ્યુ હતું. રવિવાર સુધીમાં આ બન્ને ફિલ્મો કરતાં સારૂ પ્રદર્શન ફાસ્ટ એકસનૂ જોવા મળે તેવી શકયતા છે.

ફાસ્ટ એકસને ભારતમાં મળેલા બીઝનેસમાં 50 ટકા ફાળો હિન્દી ડબીંગનો છે. એકશન ફિલ્મોમાં ભારતની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝીમાં ફાસ્ટ એન્ડ ફયુરીયસનો સમાવેશ થાય છે અને તો ચાહકોમાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રેડ એકસપર્ટસનું માનવુ છે કે ફાસ્ટ એકસને પહેલા વીકેન્ડમાં 35 કરોડનુ કલેકશન મળ્યુ હતું.બીજા વીકમાં પણ આ જ પ્રકારનો રીસ્પોન્સ જોવા મળેતો આ ફીલ્મ માટે રૂા.120 કરોડથી વધુનુ કલેકશન મેળવી શકે છે.


Related News

Advertisement
Advertisement