મુંબઈ: સંજયલીલા ભણશાલી હાલમાં પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ‘હીરામંડી’માં ઘણા બીઝી છે. દર્શકો પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પણ દર્શકોએ આ વેબસીરીઝ માટે હજુ થોડી રાહ જોવી પડશે. ખબર છે કે સંજયલીલા ભણશાલી આ સીરીઝનાં કેટલાંક ભાગોનું ફરીથી શુટીંગ કરવા માગે છે.
ખરેખર તો આ પીરીયડ ડ્રામાના અલગ અલગ એપિસોડનું શુટીંગ અલગ અલગ ડાયરેકટર્સ કરી રહ્યા છે અને ભણશાલી તેની દેખરેખ રાખી રહ્યા છે. ખબરો મુજબ સીરીઝનાં કેટલાંક ભાગો સંજયલીલા ભણશાલીને પસંદ નથી આવ્યા એટલે તેમણે તેની બીજીવાર શુટ કરવાનાં આદેશ આપ્યા છે. જોકે આ પ્રોડકશન માટે મારે ચિંતાની વાત છે.કારણ કે તેમનું કામ હવે પુરૂ થવાનું જ હતું.સુત્રો બતાવે છે કે જે રીતે શુટીંગ માટે ભવ્ય સેટ તૈયાર કરાયા હતા અને ભણશાલી જે રીતે ઈચ્છતા હતા તે નથી થઈ શકયુ
કે તે ડિટેઈલીંગ પણ નથી આવી શકયું. એટલે ભણશાલીએ બીજીવાર શૂટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.સુત્રો મુજબ ખુદ ભણશાલી આ ભાગોનું શુટીંગ કરશે. જોકે સીરીઝની કાસ્ટને બીજીવાર શુટીંગ માટે નહી આવવુ પડે, આ સ્થિતિમાં ડેટસને લઈને કેટલાંક એડજસ્ટમેન્ટ તેમને કરવી પડી શકે છે.