ઝયુરીચ (સ્વીટઝરલેન્ડ) તા.26 : આઈકોનિક ગાયિકા અને ‘કવીન ઓફ રોક એન રોલ’ તરીકે જાણીતી ટીના ટર્નરનું બુધવારે સ્વીટઝરલેડનાં ઝયુરીચ ખાતેના નિવાસે નિધન થયુ છે.‘સિમ્પલી ધી બેસ્ટ સિંગર’ ગાયિકા ટીના ટર્નરનું લાંબી બિમારી બાદ 83 વર્ષની વયે નિધન તેના ઘેર થયુ હતું. ટીના ટર્નરનાં નિધનથી વિશ્વે રોલ મોડેલ મ્યુઝીક લીજેન્ડ ગુમાવી છે. ટીનાના નિધન પર એકટે્રસ હેલ બેરીએ શોક વ્યકત કરતા જણાવ્યું હતું કે હું એ સમય કયારેય નહી ભુલી શકું જયારે હું ટીના ટર્નરને મળી હતી તે તેના સમયની દંતકથારૂપ ગાયિકા હતા.ગાયિકા મારિયા કેરીએ ટીના ટર્નરને શ્રધ્ધાંજલી આપતા કહ્યું હતું કે તેના માટે તેની કોઈની સાથે તુલના ન થઈ શકે તેવી અતુલનીય ગાયિકા હતી. ગાયક માઈક જગ્ગરે કહ્યુ હતું કે તે વિશાળ પ્રતિભાઈની માલીક હતી.