કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે NFSUના ગુવાહાટી કેમ્પસનું ઉદ્ઘાટન

26 May 2023 05:18 PM
Gujarat
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે NFSUના ગુવાહાટી કેમ્પસનું ઉદ્ઘાટન

નવા શૈક્ષણિક સત્રથી NFSU ગુવાહાટી કેમ્પસમાં કોર્સ શરૂ

ગાંધીનગર,તા.26 : કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મોલોંગ, કામરૂપ ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ)ના સ્થાયી કેમ્પસનો શિલાન્યાસ અને આસામના ગુવાહાટીમાં એનએફએસયુના અસ્થાયી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એનએફએસયુ દ્વારા પ્રકાશિત પુસ્તક ""Analysis of Judicial approach on Forensic Evidence" નું વિમોચન પણ કર્યું હતું.

આસામમાં ફોરેન્સિક સાયન્સની ક્ષમતા નિર્માણ માટે આસામ સરકાર અને એનએફએસયુ વચ્ચે દ્વિપક્ષીય સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા, જે સમજૂતી કરારની આપ-લે નિરજ વર્મા, અગ્ર સચિવ, ગૃહ અને રાજકીય વિભાગ, આસામ સરકાર દ્વારા અને એનએફએસયુના કુલપતિ ડો. જે. એમ. વ્યાસ વચ્ચે થઈ હતી. એનએફએસયુ આગામી શૈક્ષણિક વર્ષ-2023-24થી ગુવાહાટી ખાતેના અસ્થાયી કેમ્પસમાં અભ્યાસક્રમો શરૂ કરશે.


Related News

Advertisement
Advertisement