બોર્ડ, જેઇઇ, નીટના પરિણામમાં ‘મોદી સ્કુલ મેજીક’

26 May 2023 05:34 PM
Rajkot Education
  • બોર્ડ, જેઇઇ, નીટના પરિણામમાં ‘મોદી સ્કુલ મેજીક’
  • બોર્ડ, જેઇઇ, નીટના પરિણામમાં ‘મોદી સ્કુલ મેજીક’

► મોદી સ્કુલના તેજસ્વી તારલાઓ અને શિક્ષકોની ટીમ ‘સાંજ સમાચાર’ની મુલાકાતે : ડો.મોદી સહિતના સ્કુલ પરિવારના અભિનંદન

► ધો.10, ધો.12ના તમામ પ્રવાહ, સીબીએસસીમાં ટોપ સ્થાન : 100માંથી 100 ગુણ ગણિતમાં 4, વિજ્ઞાનમાં બે, એસએસમાં 1, સંસ્કૃતમાં ત્રણ છાત્રને બોર્ડ ટોપ-10માં 14, એ-1 ગ્રેડમાં 110 છાત્ર

ધો.10ના ગઇકાલે જાહેર થયેલા પરિણામમાં બોર્ડ ટોપ-10માં મોદી સ્કુલ્સના 14 વિદ્યાર્થી સ્થાન પામ્યા છે અને 108 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં છે. જેઇઇ, નીટના પરિણામો થકી મોદી સ્કુલ કમ્પલીટ સ્કુલ તરીકે સ્થાપિત બની છે. બોર્ડ જેઇઇ-નીટના આવા ઉજળા પરિણામ માટે સ્કૂલની પરીક્ષા પેર્ટન શિક્ષક તથા આચાર્યનું સતત માર્ગદર્શન તથા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત કાળજી થકી શ્રેષ્ઠ પરિણામો શક્ય બને છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ એ ધોરણ-12 સાયન્સ, કોમર્સ, આર્ટસ તથા ધોરણ-10 માં સતત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે. આ સાથે ઊંચાઈની તમામ ગિરિમાળાઓ પણ આ શાળાના વિદ્યાર્થીઓએ સર કરેલ છે.

માર્ચ 2023 નાં ધો. 12 સાયન્સનાં રિઝલ્ટમાં ગુજકેટ, બોર્ડ ટોપ-10માં 18 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમાં 2023 ના એક જ વર્ષમાં છ વિદ્યાર્થીઓએ 99 99 પીઆર મેળવેલ છે, તેમાં ફિનાદ કોરિયા, બાદલ તન્ના, ચાર્મી સોમૈયા, પરમ સવજાણી, ક્રેજલ ઢોલરિયા અને દેવ કોટડિયા એ 99.99 પીઆર મેળવેલ છે. આ ઉપરાંત કુલ 18 વિદ્યાર્થી બોર્ડ ટોપટેન માં સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત એન્જીનીયરીંગ તથા ફાર્મસીમાં એડમીશન માટે મહત્વની એવી જેઇઇની પરીક્ષામાં 99 પીઆર+ ધરાવતા 80 વિદ્યાર્થીઓ છે.

વર્ષ 2023 માં દેશની કઠિન ગણાતી એવી જેઇઇની પરીક્ષામાં પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી છે. મોદી સ્કૂલના 43 વિધાર્થીઓ 99+ પીઆર મેળવ્યા જે સૌરાષ્ટ્રની કોઈપણ સ્કૂલ અથવા કોચીંગ કરતા વધુ છે. ગત વર્ષે આઇઆઇટી સહિતની નામી કોલેજોમાં 167 છાત્રએ એડમીશન પ્રાપ્ત કરેલ છે. જાહેર થયેલ માર્ચ-2023 ની ધો. 10 બોર્ડ પરીક્ષાનાં પરિણામમાં 99.99 પીઆર સાથે આજ સુધીના સ્કૂલના ઈતીહાસમાં સૌથી વધુ 600માંથી 590 માર્કસ પ્રાપ્ત કરનાર અને વિજ્ઞાન વિષયમાં 100/100 માર્કસ મેળવનાર વડાલીયા યુતિ તથા વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં 100/100 માર્કસ મેળવનાર સાવલીયા એશા એમ બોર્ડ-ફર્સ્ટ બે વિદ્યાર્થીએ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

99.97 પીઆર સાથે શેઠ ટ્વીષા એ બોર્ડ-3 સ્થાન પ્રાપ્ત કરેલ છે. 99.05 પીઆર સાથે અમીપરા ફોરમ અને કોટેચા ક્રિપા એ બોર્ડ-5 સ્થાન પ્રાપ્ત કરેલ છે. બોર્ડ ટોપ ટેનમાં 99.90 પીઆર થી 99.99 પીઆર વચ્ચે 14 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 100 માંથી 100 માર્કસ મેળવી વિષય પ્રથમ સ્થાન 10 વિદ્યાર્થીઓએ મેળવેલ છે.બોર્ડમાં એ-1 ગ્રેડ સાથે 110 વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન મેળવી શાળા પરિવાર તથા પોતાના માતા-પિતાનું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત હાલમાં જાહેર થયેલ સીબીએસસી ધો.10 ના પરિણામમાં પણ મોદી સ્કૂલે ટોચનું સ્થાન મેળવેલ છે. મોદી સ્કૂલનાં શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કૂલના સંસ્થાપક ડો.આર.પી.મોદી, હિત સર, ધવલ સર સહિતની ટીમે શુભકામનાઓ પાઠવી છે.

મોદી સ્કુલના શહેર અને બોર્ડના ટોપર્સ છાત્રોએ આજે ‘સાંજ સમાચાર’ કાર્યાલયની મુલાકાત લીધી હતી. (તસ્વીર : પંકજ શીશાંગીયા)


Related News

Advertisement
Advertisement