ધો.10ના પરિણામમાં સંત જ્ઞાનેશ્વર સ્કૂલની એમ.એચ. પટેલ હાઈસ્કૂલનો વિજય ડંકો

26 May 2023 05:35 PM
Rajkot Education
  • ધો.10ના પરિણામમાં સંત જ્ઞાનેશ્વર સ્કૂલની એમ.એચ. પટેલ હાઈસ્કૂલનો વિજય ડંકો

તેજસ્વી પ્રસ્તાપિત કરી વિદ્યાર્થીઓ બોર્ડ ટોપટેનમાં ઝળકયા: સ્કૂલના શ્રેષ્ઠ પરિણામની વણથંભી વણઝાર

રાજકોટ તા.26 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર આવેલ એમ.એચ. પટેલ હાઈસ્કૂલે ઉજજવળ-શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી વિજય ડંકો વગાડયો છે. બોર્ડના ટોપટેનમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓએ સિધ્ધિ હાંસલ કરી તેજસ્વીતા પ્રસ્થાપિત કરી દીધી છે. એમ.એચ. પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થી સુખડિયા ઉત્સવ રમેશભાઈ 99.96 પીઆર સાથે ગ્રેડ એ-1 અને ગણિતમાં 99 અંગ્રેજી 97 સંસ્કૃતમાં 99 સાથે બોર્ડમાં ચોથા ક્રમે

તેમજ સ્કૂલમાં પ્રથમ સ્થાને રહ્યા છે. તેમજ હાપલિયા દિયા કલ્પેશભાઈ 99.72 પીઆર સાથે ગ્રેડ એ-1 ગણિતમાં 94 અંગ્રેજી 99 સંસ્કૃત 96 માર્કસ મેળવી સ્કૂલમાં બીજા સ્થાને અને ગોધાણીયા કિશન ઉમેશભાઈ 99.13 પીઆર સાથે એ-2 ગ્રેડ સાથે ગણિતમાં 97 માર્ક અંગ્રેજીમાં 96 માર્ક મેળવી સ્કૂલમાં ત્રીજા સ્થાને રહ્યા છે. શાળાના પરિણામમાં 99 કરતા વધારે પીઆર ધરાવતા વિદ્યાર્થીઓ 3,95થી વધુ પીઆર ધરાવતા વિદ્યાર્થીઓ-18 તેમજ 90થી વધુ પીઆર ધરાવતા 30 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કયુર્ં છે.

માત્ર શિક્ષણ જ નહીં સાથે સર્વાંગી વિકાસ સાધવાના સંકલ્પબધ્ધ સંત જ્ઞાનેશ્ર્વર સ્કૂલ્સના સંસ્થાપક રવિભાઈ શેખે જણાવ્યું હતું કે બોર્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કયુર્ં છે. માત્ર સ્વપ્ન જોવાથી સફળતા મળતી નથી. સ્વપ્નોને સિધ્ધ કરવા સચોટ માર્ગદર્શન શિક્ષકોની ખૂબ મહેનત તેમજ વિદ્યાર્થીઓની સમજપૂર્વકની તૈયારી જરૂરી છે. આ તકે સ્કૂલના સંસ્થાપક રવિભાઈ શેખે શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા તેમના પેરેન્ટ્સને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શિક્ષકોની મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.


Related News

Advertisement
Advertisement